<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

બિલાડીને રસ્‍તો ઓળંગવાની મળી મોતની સજા

મહિલાની ક્રૂરતા જાણીને પગ નીચેથી જમીન સરકી જશેઃ પહેલા માર માર્યો પછી સળગાવી : બિલાડીએ આ લોકોનો રસ્‍તો ઓળંગવાની હિંમત કરી હતીઃ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધ્‍યો

મુરાદાબાદ,તા.૧૨:  મુરાદાબાદથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્‍યા છે, જે સાંભળીને તમારી રુવાડા ઊભા થઈ જશે. શુક્રવારે, એક મહિલા અને તેના કેટલાક મિત્રોએ બિલાડીને આગ લગાવી દીધી હતી. તેનો વાંક એ હતો કે, બિલાડીએ આ લોકોનો રસ્‍તો ઓળંગવાની હિંમત કરી હતી. પોલીસે આ મામલે જ્‍ત્‍ય્‍ નોંધી છે. સાથે જ એક પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્‍યો છે કે, મૂંગા પ્રાણી પર આવી ક્રૂરતા કરનારાઓને શું સજા આપવી જોઈએ? ચાલો વિગતવાર જણાવીએ કે, શું છે સમગ્ર મામલો...

આપણે ઘણીવાર સાંભળ્‍યું છે કે, જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈ બિલાડી તમારો રસ્‍તા વચ્‍ચેથી જાય છે, તો તે અશુભ હોય છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે, જો તે મૂંગું પ્રાણી કોઈની સામેથી પસાર થાય તો તે તેને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે? તે પણ એક જીવ છે, પણ ફક્‍ત એટલા માટે કે તે કોઈના માર્ગમાં આવે છે, તેને મારી નાખવી યોગ્‍ય છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં, કેટલાક લોકોએ ક્રૂરતાની હદ વટાવી દીધી અને એક બિલાડીને સળગાવી દીધી હતી.

બિલાડી જે લોકોનો રસ્‍તો ઓળંગી ગઈ તે મોટરસાઇકલ પર સવાર હતા અને તેમાંથી એક મહિલા પણ હતી. પછી બિલાડી તેમનો રસ્‍તા વચ્‍ચેથી નીકળી અને રસ્‍તો પાર કરી ઈ હતી. આ દરમિયાન, તે લોકો ગુસ્‍સે થઈ ગયા અને પહેલા તેમણે બિલાડીને માર માર્યો અને પછી તેને આગ લગાવી દીધી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર છે, પરંતુ તેને પોસ્‍ટ કરવો યોગ્‍ય નથી કારણ કે તે લોકોની ક્રૂરતા જોઈને કોઈપણ આઘાત પામી શકે છે.

વાઇલ્‍ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્‍યુરોને વીડિયો સાથેનો એક ઇમેઇલ મળ્‍યો હતો, જેના પછી કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પર વન્‍યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ આરોપ મૂકવામાં આવ્‍યો છે. એફઆઈઆર મુજબ, આરોપીઓ કેમેરા સામે પણ આ કળત્‍ય કરતા જોવા મળ્‍યા હતા. અધિકારીઓએ તેની મોટરસાઇકલ શોધી કાઢી છે અને વધુ તપાસ ચાલુ છે.(૪૦.૩)

(10:06 AM IST)