દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં નોકરીની જાળમાં ફસાયેલા 266 ભારતીય નાગરિકોને પરત લવાયા
જાણો કેવી રીતે તેઓ ત્યાં ફસાયા હતા :આ નાગરિકોને સાયબર ક્રાઈમ સેન્ટરમાં કેદ કરાયા હતા :વિદેશ મંત્રાલયે ભારતીયોને વિદેશમાં નોકરી લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી

નવી દિલ્હી :દરેક વ્યક્તિ વિદેશમાં નોકરીની લાલચમાં ફસાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો વિદેશમાં જઈને ખરાબ રીતે ફસાઈ જાય છે અને ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે ભારત સરકારે લાલચમાં ફસાયેલા 266 ભારતીય નાગરિકોને પરત લાવ્યા છે. જેઓ નોકરીની જાળમાં ફસાઈ ગયા હતા. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે આ માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત સરકારે ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા 266 ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમને દક્ષિણ પૂર્વ એશિયાના સાયબર ક્રાઈમ સેન્ટરોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ સોમવારે પણ આવી જ રીતે 283 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસે તેમની મુક્તિને સુરક્ષિત કરવા અને તેમના સ્વદેશ પરત લાવવા માટે મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારો સાથે મળીને કામ કર્યું છે.
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ વિદેશમાં મિશન દ્વારા વિદેશી નોકરીદાતાઓના ઓળખપત્રની ચકાસણી કરે અને નોકરીની ઓફર સ્વીકારતા પહેલા ભરતી એજન્ટો અને કંપનીઓનો ટ્રેક રેકોર્ડ તપાસે. અગાઉ ડિસેમ્બરમાં પણ ભારતીય દૂતાવાસે મ્યાનમારના માયાવાડીમાં નોકરી કૌભાંડમાં ફસાયેલા છ ભારતીય નાગરિકોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી
દક્ષિણ-પૂર્વ એશિયાનો સુવર્ણ ત્રિકોણ ક્ષેત્ર સાયબર ગુનાનું કેન્દ્ર છે, જ્યાં થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદો મળે છે અને અહીંથી સાયબર છેતરપિંડી માટેના નકલી કોલ સેન્ટરો કાર્યરત છે. પીડિતોમાં દેશના વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. મ્યાનમાર સરકારે બંધકોને છોડાવવા અને તેમને થાઈલેન્ડ શિફ્ટ કરવા માટે તેની સેના તૈનાત કરી હતી, જ્યાંથી હવે તેઓને ભારત પરત લાવવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
