<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

મજબૂત સંકેતોના અભાવ વચ્ચે સોના-ચાંદીમાં સામાન્ય વધઘટ : જાણો અમદાવાદ અને દિલ્હીમાં શું રહ્યા ભાવ

ચાંદીનો ભાવ કિલોદીઠ રૂપિયા 1,300 ઘટી રૂપિયા 98,900 થયો:આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 2,915.73 ડોલર રહ્યા

નવી દિલ્હી :વૈશ્વિક બજારોમાંથી કોઈ નક્કર સંકેતોના અભાવ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતમાં સામાન્ય વધઘટ જોવા મળતી હતી. દિલ્હી ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 88,790થી રૂપિયા 60 વધી રૂપિયા 88,850 રહ્યા હતા.સ્ટાન્ડર્ડ સોનુ પણ રૂપિયા 60 વધી રૂપિયા 88,450 રહ્યું હતું.

આ દરમિયાન ચાંદીનો ભાવ કિલોદીઠ રૂપિયા 1,300 ઘટી રૂપિયા 98,900 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 2,915.73 ડોલર રહ્યા છે.

અમેરિકાનો ડોલર નબળો પડીને છેલ્લા પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચતા સોનાના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. અમેરિકાના અર્થતંત્રની સ્થિરતાન લઈ જે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે તે સ્થિતિમાં ડોલરના મૂલ્યમાં સતત પીછેહઠ થઈ રહી છે. કોમેક્સ ફ્યુચર્સમાં એપ્રિલ મહિના માટેની ડિલિવરી ઔંસદીઠ 2,921.30 ડોલર રહી છે. જ્યારે હાજર ચાંદીનો ભાવ 0.25 ટકા વધી 33.03 ડોલર રહ્યો છે.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 89,000 જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 200 વધી રૂપિયા 88,700 રહ્યો છે. અમદાવાદ ચાંદીનો ભાવ કિલોદીઠ રૂપિયા 96,500 રહ્યા છે.

(9:50 PM IST)