News of Thursday, 13th March 2025
તાઈવાનમાં ભયંકર ધરતીકંપ: 5.0 ની તીવ્રતાના ધરતીકંપથી ધરતી ધ્રુજી ઉઠી.
પૂર્વ ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝો, ક્વાનઝોઉ અને અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયા

તાઇવાનના તાઇતુંગ કાઉન્ટીના સમુદ્રમાં ગુરુવાર બપોરે 1.09 વાગ્યે (સ્થાનિક સમય) સમુદ્રમાં 5.0 તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો.સીઇએનસી અનુસાર તેનું કેન્દ્ર સમુદ્રના પેટાળથી 15 કિમીની ઊંડાઈ પર સ્થિત હતું. ધરતીકંપના ઝટકા એટલા જોરદાર હતા કે તે પૂર્વ ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝો, ક્વાનઝોઉ અને અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. સ્થાનિક લોકોએ ધરતીકંપ અંગે સોશિયલ મીડિયા પર માહિતી પણ મૂકી છે. હાલ કોઈના મૃત્યુ થયા હોવાનો અહેવાલ નથી.
તાઈવાનમાં આ પહેલા પણ 26 જાન્યુઆરીએ ધરતીકંપના ઝટકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (જીએફઝેડ) અનુસાર તાઈવાનમાં 5.6 ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જીએફઝેડએ માહિતી આપી કે આ ધરતીકંપનું કેન્દ્ર 16 કિમી દૂર (9.94 માઈલ) ની ઊંડાઈ પર સ્થિત હતું.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
