News of Friday, 14th March 2025
રાજકોટ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટનામાં મૃતકોની ઓળખ:એક ડિલિવરી બોય અને બે પિતરાઇ ભાઈના મોત
ત્રણ મૃતકોમાં એક અજય મકવાણા ફૂડ ડિલિવરીનું કામ કરતા બીજા કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા હતા :કલ્પેશભાઈ રાઇડર તરીકે કામ કરતા જ્યારે તેનો પિતરાઇ ભાઈ મયુર કોલેજમાં અભ્યાસ કરતો હતો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગનો બનાવ બન્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બનાવમાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકો આ બિલ્ડિંગના રહેવાસી ન હતા. મૃતકોમાં એક સ્વિગીનો ફૂડ ડિલિવરી બોય હતો જ્યારે અન્ય બે પિતરાઇ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોતને ભેટેલા ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ત્રણ મૃતકોમાં એક અજય મકવાણા કે જેઓ ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા. બીજા કલ્પેશભાઈ લેવા અને મયુરભાઈ લેવા હોવાનું સામે આવ્યું છે. કલ્પેશભાઈ રાઇડર તરીકે કામ કરતા હોવાની વિગતો મળી છે. જ્યારે તેમનો પિતરાઇ ભાઈ મયુર કોલેજમાં અભ્યાસ કરતો હતો.
ઝોન-2 ડીસીપી, જગદીશ બાંગરવાએ જણાવ્યું છેકે, આગનો જે બનાવ બન્યો હતો. તેમાં 35 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ લોકોને બર્ન ઇન્જરી થઇ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની સામાન્ય ઇન્જરી થઇ હતી, જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર પૈકી ત્રણના મોત નીપજ્યા છે. એક બેન જે હાઉસ કીપિંગનું કામ કરતા હતા તે સારવાર હેઠળ છે અને ખતરાની બહાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ત્રણ લોકોના મોત થયા છે. તેમના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ઘરવામાં આવી છે. જે મૃતકો છે તેમાંથી એકની ઓળખ અજય મકવાણા તરીકે થઇ છે અને તે સ્વિગીમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા. તે અહીં સ્વીગીની ડિલિવરી કરવા માટે આવ્યા હતા. જ્યારે અન્ય બે મૃતકોની ઓળખ કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છેકે, આ બે મૃતકમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર છે. તેઓ આ બિલ્ડિંગમાં શા માટે આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવશે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
