<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સુવર્ણ મંદિરમાં લોખંડના પાઇપથી શ્રદ્ધાળુ પર હુમલોઃ પાંચ ઘાયલ

એક યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે ICUમાં છે : ઘાયલોમાં બે સુવર્ણ મંદિરના સેવાદાર છે જ્‍યારે ત્રણ ભક્‍તો છે, જે અનુક્રમે મોહાલી, ભટિંડા અને પટિયાલાના રહેવાસી છે

અમળતસર,તા.૧૫: અમળતસરના સુવર્ણ મંદિરમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. એક વ્‍યક્‍તિએ અચાનક લોખંડના પાઇપથી અનેક લોકો પર હુમલો કર્યો હતો, આ ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાની પળષ્ટી કરતાં કહ્યું હતું કે એક વ્‍યક્‍તિએ લોખંડના સળિયાથી હુમલો કરતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. તે વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી છે અને પરિસ્‍થિતિ નિયંત્રણમાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમળતસરનાં સુવર્ણ મંદિર સંકુલમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિએ લોખંડના સળિયાથી શ્રદ્ધાળુ પર હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી. હુમલાની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્‍યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે ત્‍ઘ્‍શ્‍માં છે. અમળતસર પોલીસે જણાવ્‍યું હતું કે ઘાયલોમાં બે સુવર્ણ મંદિરના સેવાદાર છે જ્‍યારે ત્રણ ભક્‍તો છે, જે અનુક્રમે મોહાલી, ભટિંડા અને પટિયાલાના રહેવાસી છે.

અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર હુમલાની ઘટના પૂર્વે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના એક કર્મચારીએ આરોપીને શંકાસ્‍પદ રીતે ફરતો જોયો હતો અને તેની ઓળખ પૂછી હતી. બાદમાં તેનો સ્‍ટાફ સાથે ઝઘડો થયો અને તેને ત્‍યાંથી જવાનું કહેવામાં આવ્‍યું. ત્‍યારબાદ તે પરિસર પરથી જતો રહ્યો હતો પરંતુ લોખંડના સળિયા સાથે પાછો ફર્યો અને કથિત રીતે SGPC કર્મચારીઓ અને દરમિયાનગીરી કરવા આવેલા શ્રદ્ધાળુ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે SGPC સેવાદાર સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.

મીડિયા અહેવાલ મુજબ, પોલીસે શ્રદ્ધાળુઓ પર હુમલો કરનારા શખ્‍સની ધરપકડ કરી છે, જો કે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે, જે તેની સાથે સુવર્ણ મંદિરમાં હતો. એવો આરોપ છે કે હુમલાખોરના સાથીએ આરોપીઓ સાથે મળીને મંદિર અને ભક્‍તોની રેકી કરી હતી.(૪૦.૩)

(10:00 AM IST)