News of Saturday, 15th March 2025
સોનું ૩૦૦૦ ડોલરની ઐતિહાસિક સપાટીએ ૨૦૨૫માં ૧૨મી વખત નવી ટોચે
રેટ-કટના વધતા ચાન્સિસ, ટ્રેડ-વોર અને રશિયા-યુક્રેન યુદ્ધ લંબાવાની શકયતાએ સોનામાં નવી તેજી

નવી દિલ્હી,તા.૧૫: અમેરિકા-યુરોપ વચ્ચે નવેસરથી ટ્રેડ-વોર ચાલુ થતાં અને અમેરિકાનું કન્ઝ્યુમર તથા પ્રોડ્યુસર્સ બન્ને ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઘટતાં રેટ-કટના ચાન્સ વધવાથી તેમ જ રશિયા-યુક્રેન યુદ્ધ વધુ લંબાવાની શકયતાએ સોનામાં નવેસરથી તેજી થતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૩૦૦૦ ડૉલરની ઐતિહાસિક સપાટીને પાર કરીને ૩૦૦૪.૯૦ ડોલર સુધી વધ્યું હતું. ૨૦૨૫માં વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૨મી વખત નવી ટોચે પહોંચ્યું હતું. સોનાની રાહે ચાંદી પણ સતત વધતી રહીને વર્લ્ડ માર્કેટમાં ૩૪.૧૮ ડૉલર સુધી વધી હતી.
ભારતીય માર્કેટ ધુળેટીને કારણે બંધ હોવાથી સ્પોટ ભાવનું સાચું ઇન્ડિકેશન આગામી સપ્તાહે મળશે, પણ લોકલ માર્કેટમાં સોનાના વાયદા અડધોથી પોણો ટકો વધ્યા હતા. MCX ગોલ્ડ વાયદો સાંજે ૪૯૦ રૂપિયા વધીને ૮૮,૧૮૦ રૂપિયાએ પહોંચ્યો હતો.(૪૦.૧૨)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
