<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગ્રીન કાર્ડનો મતલબ સ્‍થાયી નિવાસની ગેરન્‍ટી નથી

અમેરિકાના વાઇસ પ્રેસિડન્‍ટે ભારતીયોનું ટેન્‍શન વધાર્યુ

વોશીંગટન,તા.૧૫: અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનલ્‍ડ ટ્રમ્‍પે અમેરિકામાં વસવાટ માટે આવવું હોય તો પાંચ મિલ્‍યન ડોલર (આશરે ૪૩.૪૭ કરોડ રૂપિયા)ના નવા ગોલ્‍ડ કાર્ડનો પ્રસ્‍તાવ મૂકયો છે ત્‍યારે બીજી તરફ વાઇસ પ્રેસિડન્‍ટ જે. ડી. વેન્‍સે એક મુલાકાતમાં ગ્રીન કાર્ડને લઈને જે ટિપ્‍પણી કરી છે એનાથી ભારતીયોનું ટેન્‍શન વધી ગયું છે. તેમણે કહ્યું છે કે ગ્રીન કાર્ડ અમેરિકામાં સ્‍થાયી નિવાસની ગેરન્‍ટી નથી. ફોક્‍સ ન્‍યુઝ પર આપેલા એક ઇન્‍ટરવ્‍યુમાં જે. ડી. વેન્‍સે કહ્યું હતું કે ‘ગ્રીન કાર્ડથી એના ધારકોને અમેરિકામાં રહેવાનો અનિヘતિકાળનો અધિકાર મળી જતો નથી. અમેરિકાના કાયદામાં એવી પરિસ્‍થિતિનો ઉલ્લેખ છે જેમાં ગ્રીન કાર્ડને પણ કેન્‍સલ કરી શકાય છે. જો ગ્રીન કાર્ડ ધરાવતી વ્‍યક્‍તિ ગુનાખોરીમાં સંડોવાયેલી છે અથવા દેશમાં લાંબા સમય સુધી રહી નથી અથવા ઇમિગ્રેશનના નિયમોનું પાલન કર્યું નથી તો એવા કેસમાં ગ્રીન કાર્ડ કેન્‍સલ કરી શકાય છે.(૪૦.૧૨)

(12:07 PM IST)