News of Saturday, 15th March 2025
તારે જોઈએ તેટલી જમીન-પ્લોટ લઈ લે, પણ શેર માટીની ખોટ પુરી કરી દેઃ નોકરાણી પર શેઠાણીએ દાનત બગાડી : પતિ પાસે તેનો રેપ કરાવ્યો
ઉત્તરપ્રદેશના ગોરખપુરના શાહપુર વિસ્તારમાંથી એક મહિલા દારુના નશામાં રાતના સમયે પતિ પાસે નોકરાણીને લઈને બેડરુમમાં પહોંચી ગઈ

ગોરખપુરઃ ગોરખપુર જિલ્લાના શાહપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પોલીસને હોશ ઉડાવી દીધા છે. એક મહિલાએ બાળકોની ઈચ્છાએ ઘરકામ કરવા આવતી નોકરાણીને પતિ સાથે સંબંધ બાંધવાની લાલચ આપી. ત્યારબાદ બદલામાં જમીન આપવાની વાત કહી. તેમ છતાં જ્યારે નોકરાણી સંબંધ બાંધવા માટે રાજી ન થઈ તો મહિલા જબરદસ્તી પર ઉતરી આવી અને પતિ પાસે તેનો રેપ કરાવ્યો. મામલો શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. ઘટના બાદ દંપતી ફરાર થઈ ગયા છે. પોલીસે બંને પર ૧૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. પીડિતા કુશીનગરની રહેવાસી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી બ્રજપાલ સિંહે તેને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘‘ઘરમાં ખાવાનું બનાવનારની જરૂર છે. દસ હજાર રૂપિયા સેલરી નક્કી થઈ હતી. વાત ફાઈનલ થયા બાદ હું શાહપુર સ્થિત બ્રજપાલના ભાડાના મકાનમાં રહીને કામ કરવા લાગી. થોડા દિવસ બાદ આરોપીની પત્નીએ કહ્યું કે, મારે બાળકો થતાં નથી. ત્યારે આવા સમયે જો મારા પતિ સાથે સંબંધ બનાવીશ તો હું જમીન આપી દઈશ. જોકે મેં તેની ઓફર ફગાવી દીધી. પીડિતાએ આગળ જણાવ્યું કે, ‘‘માલકિન સોનિયા એક રાત મારા રૂમમાં દારૂ પીને આવી. મને જાનથી મારી નાખવાની ધમકી આપી. બાદમાં પતિ સાથે રેપ કરાવ્યો. મેં વિરોધ કર્યો તો બોલી કે ઁજો તું મારા પતિનું બાળક પેદા કરી દઈશ તો અજમેરની જમીન-ફ્લેટ આપી દઈશ. મેં તેની ના પાડી દીધી તો વીડિયો બનાવી બ્લેકમેલ કરી. કેટલાય દિવસ સુધી બંધક બનાવી રાખી અને પતિ પાસે રેપ કરાવ્યો. પછી હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી અને પોલીસ સ્ટેશનને સૂચના આપી. સિટી એસપી અભિનવ ત્યાગીએ જણાવ્યું કે, ‘‘મામલો જૂન ૨૦૨૪નો છે. વસંત વિહાર કોલોનીના બ્રજપાલ સિંહ અને તેની પત્ની સોનિયા સિંહ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. બંનેની ધરપકડ માટે ૧૦-૧૦ હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થઈ જશે. આરોપી બ્રજપાલ સિંહ મૂળ મથુરા જિલ્લાના નંદ ગામ કોસીકલાના રહેવાસી છે.''(૨૩.૬)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
