News of Saturday, 15th March 2025
બલૂચ વિદ્રોહીઓનો મોટો દાવો : તમામ ૨૧૪ બંધકોને મારી નાખ્યા
પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી :બલૂચ વિદ્રોહીઓએ કહયું, અમે પાકિસ્તાની સેનાને યુદ્ધ બંદીઓની આપ-લે માટે ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું : આ તેમના માટે જીવ બચાવવાનો છેલ્લો મોકો હતો

કરાંચી, તા.૧૫: ટ્રેન હાઇજેક પર પાકિસ્તાની મિલિટરીની પ્રેસ કોન્ફરન્સ પૂરી થવા જ રહી હતી કે બલૂચ લિબરેશન આર્મીએ મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાની સેનાએ કહયું હતું કે, ટ્રેન હાઇજેકમાં ૩૧ લોકો માર્યા ગયા છે, જેમાંથી ૧૮ સૈનિકો છે. હવે બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેમણે તમામ ૨૧૪ બંદીઓને મારી નાખ્યા છે. જેમાં મોટાભાગે પાકિસ્તાની સેનાના જવાનો છે.
બલૂચ વિદ્રોહીઓએ કહયું, ‘‘અમે પાકિસ્તાની સેનાને યુદ્ધ બંદીઓની આપ-લે માટે ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ તેમના માટે જીવ બચાવવાનો છેલ્લો મોકો હતો. પરંતુ હંમેશાની જેમ તેમણે અહંકાર બતાવ્યો, જિદ્દ પર અડગ રહ્યા. કોઈ વાતચીત પણ ન કરી અને જમીની હકીકત જાણતા હોવા છતાં આંખો મીંચી લીધી. પાકિસ્તાની સેનાની અને સરકારની આ જિદ્દના કારણે અમે તમામ ૨૧૪ બંદીઓને મારી નાખ્યા છે.''
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ કહ્યું, ‘‘BLAએ હંમેશા યુદ્ધના સિદ્ધાંતો અને આંતરરાષ્ટ્રીય કાયદાના અનુસાર કામ કર્યું છે, પરંતુ પાકિસ્તાની સરકારએ પોતાના જવાનોની જાન બચાવવાની જગ્યાએ તેમને યુદ્ધમાં બલિદાન આપવું યોગ્ય સમજ્યું. આ જિદ્દનું ગંભીર પરિણામ દુશ્મનને ૨૧૪ જવાનોની મોતના રૂપમાં ચૂકવવું પડયું છે.''
બલૂચ વિદ્રોહીઓએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાની સેનાની સાથેના સંઘર્ષમાં તેમના ૧૨ જવાનો માર્યા ગયા છે, જેમને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ લોકોએ દુશ્મન સામે અવિસ્મરણીય બલિદાન આપ્યું. તેમને સ્વતંત્રતા સેનાની જાહેર કરતા BLAએ કહયું કે બુધવાર રાતે ૩ અને ગુરુવાર રાતે ૪ સ્વતંત્રતા સેનાની શહીદ થયા. આ ઉપરાંત મજિદ બ્રિગેડના ૫ ફિદાચીનોએ પણ પોતાની જાન કુરબાન કરીને દુશ્મનને મોઢે મારો જવાબ આપ્યો છે, જેને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.(૨૩.૫)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
