News of Saturday, 15th March 2025
ભારતના ઘણા પાડોશી દેશો સહિત 41 દેશો પર ટ્રેવલ બેન લાદવાની તૈયારીમાં ટ્રમ્પ : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત 10 દેશોના પ્રથમ જૂથને સંપૂર્ણ વિઝા સસ્પેન્શનની યાદીમાં મૂકવામાં આવશે
ટેરિફ સાથેના વેપાર યુદ્ધ પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બીજા અંકની તૈયારીમા,તેમના વહીવટીતંત્રે 41 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદવાની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હી તા.૧૫
ટ્રમ્પ પ્રશાસન નવા પ્રતિબંધ હેઠળ ડઝનબંધ દેશના નાગરિકો પર વ્યાપક મુસાફરી પ્રતિબંધો જારી કરવાનું વિચારી રહ્યું છે. યાદીમાં કુલ 41 દેશોને ત્રણ અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત 10 દેશોના પ્રથમ જૂથને સંપૂર્ણ વિઝા સસ્પેન્શનની યાદીમાં મૂકવામાં આવશે. અન્ય પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે.
ભારતના પાડોશી દેશો પર પણ પ્રતિબંધ
બીજા જૂથમાં પૂર્વ આફ્રિકન દેશો એરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાનનો સમાવેશ થાય છે. આ દેશોના લોકો પર આંશિક સસ્પેન્શન લાગુ પડશે. આનાથી પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ કેટલાક અપવાદો સાથે અન્ય ઇમિગ્રન્ટ વિઝા પર અસર થશે.
અમેરિકાએ ત્રીજા જૂથમાં 26 દેશોનો સમાવેશ કર્યો છે. યાદીમાં બધા નામ જાહેર કરી શકાયા નથી, પરંતુ તેમાં પાકિસ્તાન, ભૂટાન અને મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે. જો ત્યાંની સરકાર 60 દિવસની અંદર ખામીઓ દૂર કરવા માટે પ્રયાસો નહીં કરે તો આ લોકોને યુએસ વિઝા આપવા પર આંશિક પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવામાં આવશે.
પ્રથમ ટર્મમાં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો
હાલમાં આ યાદી અંતિમ નથી અને કેટલાક દેશોના નામ તેમાં ઉમેરી અથવા દૂર કરી શકાય છે. આ યાદી અંગેનો અંતિમ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રે લેવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર મુસાફરી પ્રતિબંધ પણ લગાવ્યો હતો.
હવે ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં પણ આ ચાલુ રાખ્યું છે. ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવતા, ટ્રમ્પે કેબિનેટ સભ્યોને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી પ્રદાન કરવા નિર્દેશ આપ્યો કે જ્યાંથી મુસાફરી આંશિક અથવા સંપૂર્ણપણે સ્થગિત કરવી જોઈએ કારણ કે તેમની નબળી પરીક્ષણ અને સ્ક્રીનીંગ ક્ષમતાઓ છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
