<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

અભિનેત્રી રાન્‍યા રાવની જામીન અરજી ફગાવતી સ્‍પે. કોર્ટ

સોનાની દાણચોરી કેસ

નવી દિલ્‍હી તા. ૧પઃ સોનાની દાણચોરીના ગંભીર કેસમાં સ્‍પેશિયલ કોર્ટે આરોપી રાન્‍યા રાવની જામીન અરજી ફગાવી દીધી છે. તેણે આર્થિક ગુનાની સ્‍પેશિયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ નિર્ણય જજ વિશ્વનાથ સી ગૌદર દ્વારા આપવામાં આવ્‍યો હતો, જેમણે આરોપોની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

હાઈ-પ્રોફાઈલ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલા રાન્‍યા રાવે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી ફગાવી દેતી વખતે કોર્ટે આરોપોની ગંભીરતા અને તપાસની સ્‍થિતિને ધ્‍યાનમાં લીધી હતી. રાન્‍યા હાલમાં ન્‍યાયિક કસ્‍ટડીમાં રહેશે અને તેના વકીલ હવે સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

રાન્‍યા રાવની ભારતમાં ૧૨ કરોડ રૂપિયાના ૧૪.૮ કિલો સોનાની દાણચોરી કરવા બદલ ૪ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. કન્નડ અભિનેત્રી દુબઈથી પરત ફરતી વખતે બેંગલુરુના કેમ્‍પેગૌડા ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ઝડપાઈ હતી. ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઈન્‍ટેલિજન્‍સ (ડીઆરઆઈ) એ ખાસ ડિઝાઈન કરેલા કમર બેલ્‍ટમાં છુપાવેલું સોનું જપ્ત કર્યું હતું. (૭.૩ર)

(2:59 PM IST)