News of Saturday, 15th March 2025
ખેડૂત નેતા ટિકૈતની કાર સાથે નીલગાય અથડાઇઃ ચમત્કારીક બચાવ
યુપીના મુઝફફરનગર પાસે અકસ્માતઃ તમામ એરબેગ ખુલી ગઇ

લખનૌ તા. ૧પઃ યુપીના મુઝફફરનગર પાસે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કારનો અકસ્માત થયો છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. રાકેશ ટિકૈત BHU ના રાષ્ટ્રીય પ્રવકતા છે.
મુઝફફરનગરમાં રાકેશ ટિકૈતની કાર નીલગાય સાથે અથડાઇ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર આગળથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. જોકે, ખેડૂત નેતા રોક ટિકૈતનો અકસ્માતમાં ચમત્કારીક બચાવ થયો હતો. આ અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારના તમામ ૮ એરબેગ્સ ઘટના સ્થળે જ ખુલી ગયા હતા. આ કારણે રાકેશ ટિકૈતનો જીવ પણ બચી ગયો.અકસ્માત બાદ રાકેશ ટિકૈત પોતાના ઘરે પહોંચી ગયા. રાકેશ ટિકૈતે અકસ્માત અંગે વાહન ચાલકોને અપીલ કરી અને કહ્યું કે કારમાં મુસાફરી કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો જ જોઇએ. આ અકસ્માત ત્યારે થયો જયારે ટિકૈત સિસૌલીથી મુઝફફરનગર નિવાસસ્થાને આવી રહ્યા હતા.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
