News of Saturday, 15th March 2025
ટ્રેનમાં મનપસંદ સીટ બુક કરવા માટે ભારતીય રેલવે તંત્ર દ્વારા AskDisha 2.0 નામનું નવું AI-આધારિત ફીચર લોન્ચ કર્યું
આ ટેક્નોલોજીથી લોકોને, લાઇનમાં ઉભા રહેવાની અથવા ટાઇપ કરવાની ઝંઝટ હવે ભૂતકાળની વાત બની જશે

નવી દિલ્હી તા.૧૫ : ભારતમાં કરોડો લોકો દૈનિક ટ્રેન યાત્રા કરે છે, અને તેમની સુવિધા માટે ભારતીય રેલવે સતત નવી ટેક્નોલોજી રજૂ કરે છે. તાજેતરમાં જ IRCTCએ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને સરળ બનાવવા માટે AskDisha 2.0 નામનું નવું AI-આધારિત ફીચર લોન્ચ કર્યું છે.
આ વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ AskDisha 2.0 ના માધ્યમથી મુસાફરો માત્ર બોલીને ટિકિટ બુક કરી શકે છે. આ ટેક્નોલોજીથી લોકોને, લાઇનમાં ઉભા રહેવાની અથવા ટાઇપ કરવાની ઝંઝટ હવે ભૂતકાળની વાત બની જશે.
આ નવું ફીચર માત્ર ટિકિટ બુકિંગ પૂરતું જ સીમિત નથી,તેના દ્વારા તમે ઓનલાઈન ભોજન ઓર્ડર, ટ્રેન સ્ટેટસ તપાસવું, અને ટૂર પેકેજની માહિતી મેળવવી જેવી સેવાઓ પણ મેળવી શકશો. ત્યારે જાણો આ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો.
IRCTC નું નવું ફીચર - AskDisha 2.0
AskDisha 2.0 એ IRCTC દ્વારા વિકસાવવામાં આવેલ એક AI-આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે, જે વૉઇસ, ટેક્સ્ટ અને વૉઇસ મેસેજ દ્વારા કામ કરી શકે છે. આ ફીચર દ્વારા મુસાફરો માત્ર બોલીને સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરી શકે છે, ભલે તેઓ ક્યાંય પણ હોય. ટિકિટ બુકિંગ માટે ફક્ત એક જ OTP ની જરૂર પડશે. આ આસિસ્ટન્ટનો ઉપયોગ માત્ર ટિકિટ બુકિંગ માટે જ નહીં, પણ ટિકિટ કેન્સલેશન, PNR સ્ટેટસ તપાસવા અને રિફંડ ટ્રેકિંગ માટે પણ થઈ શકે છે.
ટિકિટ કેવી રીતે બુક કરશો?
ટિકિટ બુક કરવા માટે, સૌથી પહેલા IRCTC ની ઓફિશિયલ વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર જાઓ.
અહીં તમને AskDisha ચેટબોટનો ઓપ્શન મળશે.
AskDisha સાથે જોડાવવા માટે, IRCTC ની વેબસાઇટ, એક્સ (Twitter) એકાઉન્ટ અથવા WhatsApp પર જાઓ.
ચેટબોટ શરૂ કરવા માટે 'Hello' અથવા 'ટિકિટ બુક' જેવા શબ્દો બોલો.
AskDisha તમને જરૂરી માહિતી પૂછશે, જેમ કે: પ્રારંભિક સ્ટેશન (ક્યાંથી મુસાફરી શરૂ કરશો?), ગંતવ્ય (ક્યાં જવું છે?), મુસાફરીની તારીખ, ક્લાસ (સ્લીપર, 3AC, 2AC, First Class વગેરે).
તમે આપેલી જાણકારીના આધારે, ટ્રેનોની યાદી બતાવવામાં આવશે, જેમાં દરેક ટ્રેનના સમય અને ઉપલબ્ધ સીટ વિશે વિગત મળશે.
તમારી પસંદગીની ટ્રેન અને ક્લાસ પસંદ કરો.
ચેટબોટ તમને પેમેન્ટ ઓપ્શન આપશે, જેમાં UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગનો સમાવેશ થાય છે.
પસંદ કરેલા ઓપ્શન દ્વારા પેમેન્ટ કરો.
તમારું ટિકિટ બુકિંગ કન્ફર્મ થશે અને તમને PNR નંબર મળશે.
બુકિંગની પુષ્ટિ બાદ, E-Ticket તમારા ઈમેલ અથવા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, E-Ticket અથવા PNR નંબર TTE (Traveling Ticket Examiner) ને બતાવી શકો છો.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
