<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ચીનમાં સોનાની બેફામ ખરીદી : માંગ અને રોકાણ ઇતિહાસમાં સર્વોચ્ચ સ્તરે: શું મોટા સંકટના સંકેત ?

પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBoC) દ્વારા સોનાની સતત ખરીદી અને વૈશ્વિક બજારમાં વધતા ભાવે ચીની સોના બજારને નવી ઊંચાઈઓ પર ધકેલી દીધું

મુંબઈ :ફેબ્રુઆરી 2025માં ચીનમાં સોનાની માંગ અને રોકાણ ઇતિહાસમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં વિક્રમજનક રોાણ, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBoC) દ્વારા સોનાની સતત ખરીદી અને વૈશ્વિક બજારમાં વધતા ભાવે ચીની સોના બજારને નવી ઊંચાઈઓ પર ધકેલી દીધું છે.

એકંદરે - ચીનમાં સોનાના બજારમાં જબરદસ્ત તેજી આવી છે.જો વર્તમાન વલણ ચાલુ રહેશે તો સોનાના ભાવ વધુ વધી શકે છે અને તે રોકાણકારો માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે રોકાણના અન્ય કોઈ સાધનો કે વિકલ્પોની તુલનામાં સોનામાં આટલી અસાધારણ ખરીદી શા માટે થઈ રહી છે તે એક મોટો પ્રશ્ન છે. નિષ્ણાતો સોનામાં વધી રહેલી ખરીદી વિશ્વમાં મંદીની સ્થિતિની દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

ફેબ્રુઆરીમાં PBoCએ 5 ટન સોનું ખરીદ્યું છે જે સતત ચોથો મહિનો છે જેમાં બેંકે તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. ચીન પાસે હવે કુલ 2,290 ટન સોનાનો ભંડાર છે,જે ચીનના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારના 5.9% છે. વર્ષ 2025ના પહેલા બે મહિનામાં ચીને કુલ 10 ટન સોનાની ખરીદી કરી છે.

વૈશ્વિક વ્યાજ દરમાં ઘટાડા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો સોના તરફ વળી રહ્યા હોવાથી સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ચીની સરકાર અને PBOC સોનાની ખરીદી ચાલુ રાખી શકે છે, જે બજારને વધુ મજબૂત બનાવી શકે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે કારણ કે ચીની રોકાણકારો હજુ પણ તેને લાંબા ગાળાની સુરક્ષિત સંપત્તિ તરીકે જોઈ રહ્યા છે.

(9:13 PM IST)