<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

દિલ્હીના દ્વારકા સેક્ટર 5ના લવલી હાઉસ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી

ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો: પાંચ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા

નવી દિલ્હી :દિલ્હીના દ્વારકા સેક્ટર-5માં લવલી હાઉસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે શુક્રવારે આગ લાગી હતી.આગની ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી.

  દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા મુજબ, માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર જલ્દી કાબુ મેળવી લીધો હતો.

ફાયર અધિકારીઓએ જણાવ્યું કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તેના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે...

(10:03 PM IST)