હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં મોટો ખેલ શરૂ કર્યો : રોકાણકારોએ ગોલ્ડની રેકોર્ડ તેજીને વેગઆપ્યો : જાણો કેટલો ઊંચો જશે ભાવ
વૈશ્વિક વેપાર યુદ્ધ કે જેણે નાણાકીય બજારોને હચમચાવી દીધા અને મંદીની આશંકા ઉભી થતા ગોલ્ડની તેજી વધુ તીવ્ર બની

અમેરિકામાં મોટો ખેલ શરૂ થઈ ગયો છે. જે રોકાણકારો શેરબજારમાં રોકાણ કરતા હતા તેમણે હવે સોનાને લગતી એક મોટી રમત શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન પછી અમેરિકામાં રાજકીય અને આર્થિક અસ્થિરતા વધી છે.
તેનાથી બચવા માટે રોકાણકારો હવે વધુને વધુ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ETF) તરફ વળી રહ્યા છે, જે બજારમાં રેકોર્ડ તેજીને વેગ આપી રહ્યું છે. સોનાનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પર યથાવત છે. શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે ખાસ કરીને પશ્ચિમમાં રહેતા રિયલ મની મેનેજર જેવા રોકાણકારો હવે સોનામાં ફરીથી રોકાણ કરી રહ્યા છે.
આ રોકાણકારોએ 2022 થી સોનું છોડી દીધું હતું, જ્યારે ફેડરલ રિઝર્વે વ્યાજ દરો વધારવાનું શરૂ કર્યું હતું.પરંતુ હવે જ્યારે બજારોમાં કટોકટીના સંકેતો દેખાવા લાગ્યા છે અને ભવિષ્યમાં વ્યાજ દરોમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે ત્યારે રોકાણકારો પાછા ફર્યા છે.આ વર્ષે અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ETF સોનાનો સંગ્રહ 68.1 ટન વધીને 1,649.8 ટન થયો છે, જે 4.3 ટકાનો વધારો દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ સોનું પહેલી વાર 3,000 ડોલરથી ઉપર ગયું છે. નિષ્ણાતો કહે છે કે યુએસ ટેરિફના પરિણામો અંગે અનિશ્ચિતતા વચ્ચે, રોકાણકારો આ સંપત્તિ તરફ વળ્યા છે જેને સલામત રોકાણ માનવામાં આવે છે. આ વર્ષે બુલિયન અત્યાર સુધીમાં 13 સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે અને સતત બીજા સપ્તાહે તેજીના માર્ગ પર છે.
કિંમતોમાં વધુ વધારો થવાની ધારણા છે. આ અઠવાડિયે મેક્વેરીએ આગાહી કરી હતી કે બીજા ક્વાર્ટરમાં સોનાના ભાવ 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે, જ્યારે BNP પરિબાસે પણ ભાવ 3,000 ડોલર પ્રતિ ઔંસથી ઉપર જોવાની આગાહીમાં સુધારો કર્યો હતો.
સોનાની માંગ વધારવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વૈશ્વિક વેપાર યુદ્ધ કે જેણે નાણાકીય બજારોને હચમચાવી દીધા છે અને મંદીની આશંકા ઉભી કરી છે. તે વધુ તીવ્ર બની રહ્યું છે ટ્રમ્પે ગુરુવારે યુરોપમાંથી વાઇનની આયાત પર 200 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
