<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

બનાવટી પાસપોર્ટ, વિઝાથી ભારતમાં પ્રવેશનારને ૭ વર્ષ સુધીની જેલ થશે

એરલાઇન્‍સ, જહાજોએ પેસેન્‍જર-ક્રૂની આગોતરી માહિતી આપવી પડશે : ઘૂસણખોરી રોકવા નવા ઇમિગ્રેશન કાયદામાં રૂ.૧૦ લાખના દંડ સહિતની આકરી જોગવાઈઓ

નવી દિલ્‍હી,તા.૧૭: સરકારે રજૂ કરેલા નવા ઈમિગ્રેશન બિલને સંસદની બહાલી મળશે તો બનાવટી પાસપોર્ટ અથવા વિઝાને આધારે ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે સાત વર્ષ સુધીની જેલની સજા થશે અને રૂ.૧૦ લાખ સુધીનો દંડ થશે.

કેન્‍દ્રીય ગળહ મંત્રાલય રજૂ કરેલા બિલ મુજબ હોટલ, યુનિવર્સિટીઓ, અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍પિટલો અને ર્નસિંગ હોમે વિદેશીઓ વિશેની માહિતી ફરજિયાત રીતે રિપોર્ટ કરવાની રહેશે, જેથી મંજૂરીથી વધુ સમય સુધી રોકાયેલા વિદેશીઓનું ટ્રેકિંગ શકય બનશે. તમામ આંતરરાષ્‍ટ્રીય એરલાઈન્‍સ અને જહાજોએ ભારતના બંદર અથવા સ્‍થળે પેસેન્‍જર અને ક્રૂની આગોતરી માહિતી આપવાની રહેશે. ૧૧ માર્ચે લોક્‍સભામાં રજૂ કરાયેલા બિલ મુજબ જે કોઈ વ્‍યક્‍તિ જાણી જોઈને ભારતમાં -વેશવા અથવા ભારતમાં રહેવા અથવા બહાર નીકળવા માટે બનાવટી પાસપોર્ટ અથવા અન્‍ય મુસાફરી દસ્‍તાવેજ અથવા વિઝાનો ઉપયોગ કરે છે અથવા સપ્‍લાય કરે છે, તેમને ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થશેઆવા વ્‍યક્‍તિને ઓછામાં ઓછા રૂ.૧ લાખ અને વધુમાં વધુ રૂ. ૧૦ લાખનો દંડ પણ થશે.

બિલમાં જણાવાયું છે કે કોઈપણ વિદેશી જે કાયદાની જોગવાઈઓ અથવા તેના અનુસંધાનમાં આપવામાં આવેલા કોઈપણ નિયમ અથવા આદેશનું ઉલ્લંઘન કરીને, માન્‍ય પાસપોર્ટ અથવા અન્‍ય મુસાફરી દસ્‍તાવેજ વિના, આવા -વેશ માટે જરૂરી વિઝા સહિત વગર ભારતના કોઈપણ વિસ્‍તારમાં પ્રવેશ કરશે, તો તેને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

આ બિલમાં વિદેશીઓ દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવતા સ્‍થળો પર અંકુશ રાખવાની કેન્‍દ્રને સત્તા અપાઈ છે. ઈમિગ્રેશન એન્‍ડ ફોરેનર્સ બિલ, ૨૦૨૫એ વિદેશીઓ અને ઈમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટેનો એક વ્‍યાપક કાયદો છે.(૪૦.૩)

(10:04 AM IST)