<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ઉત્તર મેસેડોનિયાના નાઈટક્‍લબમાં આગ લાગવાથી ૫૧ લોકોના મોત

કેટલાક લોકોની હાલત ગંભીર .૧૦૦ લોકો ગંભીર રીતે ઘાયલઃ ફટાકડા ફોડવાને કારણે અકસ્‍માતઃ

મેસેડોનિયા તા.૧૭: દક્ષિણ યુરોપિયન દેશ ઉત્તર મેસેડોનિયામાં એક નાઈટક્‍લબમાં આગ ફાટી નીકળતાં હંગામો મચી ગયો હતો. આ અકસ્‍માતમાં ૫૧ લોકો બળીને ખાખ થઈ ગયા હતા જ્‍યારે ૧૦૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. દેશના ગળહ મંત્રાલયે આ માહિતી આપી. અહેવાલો અનુસાર, રાજધાની સ્‍કોપજેથી લગભગ ૧૦૦ કિમી પૂર્વમાં સ્‍થિત કોકાની શહેરમાં પલ્‍સ નાઇટક્‍લબમાં રવિવારે સવારે આગ લાગી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે નાઈટ ક્‍લબમાં મ્‍યુઝિક કોન્‍સર્ટ દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આ અકસ્‍માત થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્‍યા છે, જેમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે આગ કેટલી ગંભીર હતી. આગની જ્‍વાળાઓ અને ધુમાડાના વાદળો ચારેબાજુ ફેલાતા દેખાય છે. ફૂટેજમાં ઇમારતમાં આગ લાગી હતી અને રાત્રિના આકાશમાં ધુમાડો ઉડતો દેખાતો હતો. અકસ્‍માત સમયે ક્‍લબમાં મોટી સંખ્‍યામાં લોકો હાજર હતા. આ ઘટનાથી ક્‍લબમાં બૂમાબૂમ અને ચીસો પડી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્‍યાં દોડવા લાગ્‍યા.

મેસેડોનિયાના ગળહમંત્રી પંચે તોશકોવસ્‍કીએ જણાવ્‍યું હતું કે રવિવારે સવારે નાઈટક્‍લબ પલ્‍સ ખાતે પોપ ગ્રુપ કોન્‍સર્ટ દરમિયાન આ ઘટના બની હતી. લોકોએ ક્‍લબમાં ફટાકડા ફોડ્‍યા હતા, જેના કારણે ક્‍લબની છતમાં આગ લાગી ગઈ હતી. મંત્રીએ કહ્યું કે પોલીસે એક વ્‍યક્‍તિની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગીત કાર્યક્રમ દરમિયાન ક્‍લબમાં એક હજારથી વધુ લોકો હાજર હતા. મંત્રીના જણાવ્‍યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને કોકાનીની સ્‍થાનિક હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જ્‍યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.(૩૮.૭)

(10:06 AM IST)