<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૪૮

 

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૪૮ :‘‘ કામ- આલિંગના આરંભમાં એના આરંભિક અગિ્ન ઉપર અવધાન આપો અને એમ કરતા અંતમાં એના અંગારાથી બચો''

જયારે તમે ઊર્જાથી ભરાયેલા છો તો એના છુટકારાનો વિચાર ના કરો, એ ઊર્જાના પુર સાથે રહો. વીર્ય-સ્‍તંભની ફિકર મત કરો, એને સમુળગી ભુલી જાવ એ પ્રેમ-પૂર્ણ આરંભમાં પુરી રીતે હાજર રહીને સ્‍થિર બનો. પોતાની પ્રેમિકાકે પ્રેમી સાથે એવી રીતે રહો જાણે કે બંને એક થઇ ગયા છો. એક વર્તુળ બનાવી દો.

ત્રણ સંભાવનાઓ છે. બે પ્રેમી પ્રેમમાં ત્રણ આકાર, જયોમિતિક આકાર બનાવી શકે છે. કદાચ તમે એની બાબત વાંચ્‍યું પણ હશે અથવા પુરાણા કીમિયાની છબી પણ જોઇ હોય. એમાં એક સ્‍ત્રી અને એક પુરૂષ ત્રણ જયોમિતિક આકારોમાં નગ્ન ઉભ હોય છે. એક આકાર ચતુર્ભુજ છે, બીજો ત્રિભુજ અને ત્રીજો વર્તુળ છે. આ આલ્‍કની અને તંત્રની ભાષામાં કામ ક્રોધનું પુરાણું વિશ્‍લેષણ છે.

સામાન્‍ય રીતે જયારે તમે    સંભોગમાં હોવ છો તો ત્‍યાં બે નહી પણ ચાર વ્‍યકિત હોય છે. એ છે ચર્તુર્ભુજ  એમાં ચાર ખુણા છે કારણ કે તમે બે ભાગમાં વહેંચાયેલા છો. તમારો એક ભાગ વિચાર કરનારો છે અને બીજો ભાગ ભાવુક ભાગ છે. આમ જ તમારો  સાથી પણ બે ભાગમાં વહેચાલયેલો છે. તમે ચાર વ્‍યકિત છો, બે નહી. ચાર વ્‍યકિત પ્રેમ કરી રહ્યા છે. આ એક ટોળું છે અને એમાં ખરી રીતે પ્રગાઢ મિલનની સંભાવના નથી. આ મિલનના ચાર ખુણા છે અને મિલન જુદુ છે. એ મિલન જેવુ લાગે છે પરંતુ એ મિલન નથી. એમાં પ્રગાઢ મિલન સંભવ નથી કારણ કે તમારો ગહન ભાગ દબાયેલો પડયો છે. તમારા સાથીનો પણ ગહન ભાગ દબાયેલો પડયો છે. ફકત બે મસ્‍તક, બે વિચારની પ્રક્રિયાઓ મળી રહી છે. ભાવની પ્રક્રિયાઓ હાજર નથી. તે દબાલયેલી છુપાયેલી છે. બીજી રીતુનું મિલન ત્રિભુજ જેવું હશે. તમે બે છો. આધારના બે ખુણા અને કોઇ ક્ષણે એકાએક તમે બંને એક બની જાવ છો, ત્રિભુજનખા ત્રીજા ખુણાની અને કોઇ ક્ષણે એકાએક તમે બંને એક બની જાવ છો, ત્રિભુજ ના ત્રીજા ખુણાની જેમ.કોઇ આકસ્‍મિક ક્ષણમાં તમારૂ બેપણું મટી જાય છે. અને તનમે એક થઇ જાવ છો. આ મિલનથી વધુ સારૂ છે. કારણ કે ઓછામાં ઓછું એક ક્ષણ માટે પણ એકતા સધાઇ જાય છે. અને એ એકતા તમને સ્‍વાસ્‍થ્‍ય આપે છે, શકિત આપે છે તમે પોતાને પાછા યુવાન અને જીવંત અનુભવ કરો છો.પરંતુ ત્રીજું મિલન સર્વશ્રેષ્‍ઠ છે અને આ તાંત્રિક મિલન છે. એમાં તમે એક વર્તુળ બની જાવ છો. એમાં ખુણા નથી હોતા અને આ મિલન ક્ષણ માટે જ નથી હોતું ખરી રીતે એ મિલન સમયાતીત છે. એમાં સમય નથી. જો સ્‍ખલન શોધો તો પછી તે ત્રિભુજ મિલન થઇ જશે. કારણ કે સ્‍ખલન થતા જ સંપર્કનું બિંદુ મિલનનું બિંદુખોવાઇ જાય છે. આરંભની સાથે રહો, અંતની ચિંતા ના કરો. આ આરંભમાં કેવી રીતે રહેવાય? એ બાબતમાં ઘણી વાતો ખ્‍યાલમાં રાખવા જેવી છે. પહેલી વાત એ કે કામકૃત્‍યને કયાંય જવાનું, પહોંચવાનું માધ્‍યમ ના બનાવો સંભોગને સાધનની જેમ ના લો તે પોતે પોતાનામાં સાધ્‍ય છે. એનું કયાંય લક્ષ્ય નથી અને બીજી વાત કે ભવિષ્‍યની ચિંતા મત કરો વર્તુળમાં રહો. જો તમે આરંભમાં સંભોગમાં વર્તમાનમાં નહી રહી જાઓ તો તમે કયારેય વર્તમાનમાં નહી રહી શકો, કારણે કે કામકૃત્‍યની પ્રવૃતિ જ એવી છે કે તમે વર્તમાનમાં ફેંકાઇ જાવ છો. તો વર્તમાનમાં રહો. બે શરીરોના મિલનનું સુખ  પામો,બે આત્‍માઓના મિલનનો આનંદ લો અને એક-બીજામાં ખોવાઇ જાવ, એક બની જાવ. ભુલી જાઓ કે તમારેᅠકયાંક જવાનું છે વર્તમાન ક્ષણમાં જીવો, જયાં કયાંય જવાનું નથી અને એક બીજામાં મળી જઇને એક બની જાઓ ઉષ્‍ણતા અને પ્રેમ એ સ્‍થિતિ બનાવે છે જેમાં બે વ્‍યકિત એક બીજામાં પીગળીને ખોવાઇ જાય છે. એ  જ કારણ છે કે જો પ્રેમ નાહોય તો સંભોગ ઉતાવળનું કામ બની જાય છે. ત્‍યારે તમે બીજાનો ઉપયોગ કરી રહ્યા છો, બીજામાં ડુબી રહ્યા નથી. પ્રેમની સાથે જો તમે સંભોગને જલદી સમાપ્ત કરવાની ઉતાવળ નથી કરતા તો કામ-કૃત્‍ય ધીરે ધીરે કામુક ઓછું અને આધ્‍યાત્‍મિક વધુ થઇ જાય છે. ત્‍યારે બે શરીર ઉર્જાઓની વચ્‍ચે એક ગહન મોૈન મિલન ઘટે છે અને ત્‍યારે તમે કલાકો માટે સાથે રહી શકો છો. આ સહવાસ સમય સાથે ઊંડો થતો જાય છે. પરંતુ સોચ વિચાર મત કરો, વર્તમાન ક્ષણમાં પ્રગાઢતાથી વિલીન  રહો. એ જ સમાધિ બની જાય છે. અને જો તમે આને જાણી શકયા, અનુભવી શકયા એને પામી શકયા, તો તમારૂ કામુક ચિત્ત અકામુક બની જશે. એક ગહન બ્રહ્મચર્ય પ્રાપ્‍ત થઇ શકે છે.

 - રજનીશના પ્રણામ

 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:31 AM IST)