હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે સરકારને ૪૦૦ કરોડનો ટેક્સ ચૂકવ્યો
GST ૨૭૨ કરોડ, TDS ૩૯ કરોડ, શ્રમ ઉપકર ૧૪ કરોડ, ESI ૭.૪ કરોડ, વીમામાં ૪ કરોડઃ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૫ વર્ષમાં, ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને ૩૯૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે

અયોધ્યા, તા.૧૭: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું કામ ૯૬ ટકા પૂર્ણ થયું છે. એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. અત્યાર સુધીમાં મંદિર પર ૨૧૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટે GST સહિત વિવિધ વસ્તુઓમાં ૩૯૬ કરોડ રૂપિયા સરકારને કર તરીકે આપ્યા છે. મણિ રામદાસ છાવણી ખાતે યોજાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી.
રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક મહંત નળત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં ૭ ટ્રસ્ટીઓ હાજર હતા. ખાસ આમંત્રિત ૪ સભ્યો પણ હાજર હતા. ઓનલાઈન મીટિંગમાં ૪ ટ્રસ્ટીઓ કેશવ પરાશરણ, વિમલેન્દ્ર મોહન મિશ્રા, યુગપુરુષ પરમાનંદ, નળપેન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા. આ બેઠકમાં ૧૨ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ૨ ટ્રસ્ટીઓ ગેરહાજર હતા. ટ્રસ્ટી કામેશ્વર ચૌહાણના અવસાનને કારણે આ પદ ખાલી પડ્યું છે. મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
બેઠકમાં ટ્રસ્ટીઓએ મંદિર પર થયેલા ખર્ચ અને રામ મંદિરના નિર્માણની પ્રગતિ અંગે ચર્ચા કરી. મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવી હતી. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૫ વર્ષમાં, ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને ૩૯૬ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઞ્લ્વ્ ૨૭૨ કરોડ, TDS ૩૯ કરોડ, શ્રમ ઉપકર ૧૪ કરોડ, ESI ૭.૪ કરોડ, વીમામાં ૪ કરોડ, જન્મસ્થળના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને ૫ કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે ૨૯ કરોડ, વીજળી બિલમાં ૧૦ કરોડ, રોયલ્ટી તરીકે સરકારને ૧૪.૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્યપ્રદેશ સરકાર અને યુપી સરકારને પથ્થરોની રોયલ્ટી આપવામાં આવી છે.
૫ વર્ષમાં કુલ ખર્ચ ૨૧૫૦ કરોડ રૂપિયા હતો. બાંધકામ માટે જમીન પણ ખરીદવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટ્રસ્ટને સમાજ તરફથી આ સહાય મળી છે, પરંતુ સરકાર તરફથી કોઈ આર્થિક મદદ લેવામાં આવી નથી. કોર્પોરેશન પાસેથી પાણી લેવામાં આવતું ન હોવાથી હજુ સુધી પાણી વેરો ચૂકવવામાં આવ્યો નથી. યુપીના રાજ્ય બાંધકામ નિગમને રૂ.૨૦૦ કરોડ આપવામાં આવી રહ્યા છે, જે હેઠળ લગભગ ૭૦ એકરમાં રામ કથા સંગ્રહાલય, વિશ્રામ ગળહ, ત્રણ દરવાજા બનાવવામાં આવી રહ્યા છે.
સમાજે ૫ વર્ષમાં ૯૪૪ કિલો ચાંદીનું દાન કર્યું. સરકારી એજન્સી મિન્ટે જણાવ્યું હતું કે દાનમાં આપેલી ચાંદી ૯૨ ટકા શુદ્ધ છે અને તેને ૨૦ કિલો વજનની ઇંટોમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બે વર્ષમાં ચ્ય્ભ્ સિસ્ટમ વિકસાવવામાં આવી, જે ખર્ચનું પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ છે. મંદિરનું બાંધકામ જૂન મહિનામાં પૂર્ણ થશે. પારકોટા ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે, શબરી, નિષાદ, ૭ ઋષિ મંદિરો મે સુધીમાં પૂર્ણ થશે, શેષાવતાર ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. સિકયુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ચાંદીની શુદ્ધતાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બધી ચાંદી ઓગાળીને ૨૦ કિલોની ઇંટોમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
મંદિર ૯૬ ટકા પૂર્ણ થયું છે. સપ્ત મંદિર ૯૬ ટકા અને પારકોટા ૬૦ ટકા પૂર્ણ થયું છે. રામ નવમીના દિવસે સંત તુલસી દાસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. અન્ય મંદિરોની મૂર્તિઓની સ્થાપના ૩૦ એપ્રિલના રોજ અક્ષય નવમી સુધીમાં કરવામાં આવશે, પરંતુ પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય અલગ બેઠકમાં લેવામાં આવશે. યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા કરવા માટે દાતાઓની મદદ લેવામાં આવશે જેમાં તેમના પથ્થરો સ્થાપિત કરવામાં આવશે. (રર.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
