<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીનો લેક્સ ફ્રીડમેન સાથેનો ઇન્ટરવ્યૂ ટ્રુથ સોશિયલ પર શેર કર્યો : રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીનો ઇન્ટરવ્યૂને શેર કરીને બંને નેતાઓ વચ્ચેના મજબૂત સંબંધોને રેખાંકિત કર્યા

ચર્ચામાં PM મોદીએ ટ્રમ્પની નિષ્ઠા અને હિંમતની પ્રશંસા કરી : AIથી લઈને ચીન સુધીની પોડકાસ્ટમાં કરી છે ચર્ચા

વોશિંગ્ટન, માર્ચ 17, 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેનો ઇન્ટરવ્યૂનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શેર કર્યો. આ ઇન્ટરવ્યૂમાં PM મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્રિકેટ, ફૂટબોલ, ચીન, પાકિસ્તાન અને તેમના બાળપણના અનુભવો સહિત અનેક વિષયો પર વાત કરી.


ટ્રમ્પની પ્રશંસા:
PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની તેમના દેશ પ્રત્યેની અડગ નિષ્ઠાની સરાહના કરી, ખાસ કરીને તેમના જીવન પર થયેલા હત્યાના પ્રયાસો બાદ પણ તેમના સમર્પણને યાદ કર્યું. PM મોદીએ કહ્યું, "ગોળીબાર થયા પછી પણ તેઓ અમેરિકા પ્રત્યે અડગ રહ્યા. તેમનું જીવન તેમના રાષ્ટ્ર માટે હતું." ટ્રમ્પની "અમેરિકા ફર્સ્ટ" નીતિ અને પોતાના "ઇન્ડિયા ફર્સ્ટ" અભિગમ વચ્ચે સમાનતા દર્શાવતા PM મોદીએ બંનેની રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.


"હાઉડી મોદી"ની યાદ:
વડાપ્રધાન મોદીએ 2019માં હ્યુસ્ટનમાં યોજાયેલા "હાઉડી મોદી" કાર્યક્રમમાં ટ્રમ્પ સાથેની મુલાકાતને યાદ કરી. તેમણે કહ્યું, "અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રોતાઓમાં બેઠા હતા જ્યારે હું સ્ટેજ પરથી બોલી રહ્યો હતો—આ તેમની નમ્રતાનું ઉદાહરણ હતું." ભાષણ બાદ PM મોદીએ ટ્રમ્પને ભારતીય પ્રવાસીઓને મળવા સ્ટેડિયમનું એક ચક્કર લગાવવા આમંત્રણ આપ્યું. સખત સુરક્ષા પ્રોટોકોલ હોવા છતાં ટ્રમ્પે સહમતી દર્શાવી, જે બંને વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સન્માનને દર્શાવે છે.


ટ્રમ્પની હિંમત:
PM મોદીએ આ પળને "સ્પર્શી" ગણાવી અને કહ્યું, "ટ્રમ્પે મારા પર એટલો ભરોસો રાખ્યો કે હજારોની ભીડમાં મારી સાથે ચાલ્યા. આ મને દર્શાવે છે કે આ વ્યક્તિમાં હિંમત છે." વડાપ્રધાન મોદીએ ટ્રમ્પની સતત દયાળુતાની પણ પ્રશંસા કરી, નોંધ્યું કે તેમનો પ્રથમ કાર્યકાળ પૂરો થયા બાદ પણ ટ્રમ્પ કહેતા, "મોદી મારો મિત્ર છે, તેને મારા શુભેચ્છા કહેજો." પમ મોદીએ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેની તૈયારી અને સ્પષ્ટ દ્રષ્ટિની પણ સરાહના કરી. તેમણે કહ્યું, "આ વખતે તેઓ પહેલાં કરતાં વધુ તૈયાર લાગે છે."


PM મોદીએ માર્ચમાં અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. તેમણે ઇલોન મસ્ક, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તુલસી ગબ્બાર્ડ જેવા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે પણ બેઠકો યોજી. મસ્ક સાથેની મુલાકાત ખાસ ઉલ્લેખનીય હતી, જ્યાં મસ્ક તેમના પરિવાર સાથે હાજર હતા અને ગરમજોશીભરી ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીનો ઇન્ટરવ્યૂને શેર કરીને બંને નેતાઓ વચ્ચેના મજબૂત સંબંધોને રેખાંકિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હિંમત, નિષ્ઠા અને મિત્રતાની પ્રશંસા કરી, જે ભારત-અમેરિકા સંબંધોની ગાઢતા દર્શાવે છે.

 

(1:47 PM IST)