<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

શું તમને મોતનો ડર લાગે છે... પીએમ મોદીએ આપ્‍યો મજેદાર જવાબ

 

નવી દિલ્‍હી, તા.૧૭: પીએમ મોદી અને ફેમસ અમેરિકન પૉડકાસ્‍ટ લેક્‍સ ફ્રીડમેન વચ્‍ચે થયેલો પૉડકાસ્‍ટ હવે રિલીઝ થઈ ગયું છે. આ પૉડકાસ્‍ટ લગભગ સવા ત્રણ કલાકનો છે. આમાં પ્રધાનમંત્રી મોદીએ જીવનથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિસ્‍તારથી વાત કરી છે. પીએમ મોદીએ પોતાના બાળપણનો અનુભવ શેર કર્યો, સાથે જ સંગઠન, વિરોધી અને દેશની સ્‍થિતિ પર ખુલીને ચર્ચા કરી. આ પૉડકાસ્‍ટમાં પીએક મોદીને જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે, શું તમને મળત્‍યુનું ભય છે? તો તેમણે આનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્‍યો.

અમેરિકન પૉડકાસ્‍ટ લેક્‍સ ફેડમેને પીએમ મોદીને પૂછયું, શું તમે પોતાના મળત્‍યુ પર વિચારો છો? શું તમને મળત્‍યુથી ભય લાગે છે? આના પર પ્રધાનમંત્રીએ જોરથી હસતાં હસતાં કહ્યું, શું હું વળતો -‘પૂછી શકું છું? જન્‍મ બાદ જીવન અને મળત્‍યુ એક સિક્કાની બે બાજુ છે, પરંતુ બંનેમાં શું વધારે નિશ્‍ચિત છે? પછી જાતે જ જવાબ આપતા કહ્યું, મળત્‍યુ! આપણે નિચ્‍છિત રૂપે જાણીએ છીએ કે જે જન્‍મે છે, તેનું મળત્‍યુ નક્કી છે. જીવન ખીલે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, ૅજે ચોક્કસ છે તેનાથી કેમ ડરવું? તમારો બધો સમય જીવન પર કેન્‍દ્રિત કરો, તમારા બધા મનને મળત્‍યુ પર કેન્‍દ્રિત ન કરો. આ રીતે જીવન વિકસિત અને સમળદ્ધ થશે, કેમ કે આ અનિચ્‍છિત છે. છતાં તેમાં મહેનત કરવી જોઈએ, ચીજો સુધારવી જોઈએ, જેથી તમે મળત્‍યુ પહેલા સંપૂર્ણ રીતે અને ઉદેશ્‍ય સાથે જીવી શકો. એટલા માટે મળત્‍યુનો ભય મૂકી એવો જોઈએ. અંતે મળત્‍યુ તો આવવાની છે અને આ કયારે આવશે, તેની ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. આ જ્‍યારે આવવાની હશે ત્‍યારે આવશે. જ્‍યારે નવરાશ હશે, ત્‍યારે આવશે.

આ બાદ પીએમ મોદીને બીજો એક સવાલ પૂછવામાં આવ્‍યો, ભવિષ્‍યને લઈને તમને શું આશા છે? માત્ર ભારત જ નહીં, પરંતુ આખી માનવ સભ્‍યતાનું પળથ્‍વી પર શું ભવિષ્‍ય છે? આના પર પ્રધાનમંત્રીએ કહ્યું, હું સ્‍વભાવથી જ આશાવાદી છું. નિરાશાવાદ અને નકારાત્‍મકતા મારી પાસે નથી, એટલા માટે આ બધુ મગજમાં આવે નથી આવતું. હું માનું છું કે જો આપણે માનવજાતના ઇતિહાસ પર નજર કરીએ તો, તેણે અસંખ્‍ય મુશ્‍કેલીઓમાંથી બહાર નીકળીને આગળ વધ્‍યું છે. સમય જતાં મોટા ફેરફારો સ્‍વીકારવામાં આવ્‍યા છે. દરેક યુગમાં, માણસે નવી વસ્‍તુઓ સ્‍વીકારવાનો સ્‍વભાવ દર્શાવ્‍યો છે.

(2:02 PM IST)