<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

સિડનીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

ઓસ્ટ્રેલિયન પીએમએ આપી હાજરીઃઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે હાજરી આપી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા

સિડની, તા.૧૭

 

 ૧૫ માર્ચ ૨૦૨૫, શનિવારના રોજ સિડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં હજારો લોકો એકઠા થયા અને હોળીની ઉજવણીનો અભિન્ન ભાગ 'ફૂલડોલ ઉત્સવ' ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો. કેમ્પ્સ ક્રીકમાં તાજેતરમાં ખુલેલા મ્છઁજી શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલમાં આયોજિત આ કાર્યક્રમમાં સિડનીના વિવિધ વિસ્તારોના લોકો તેમજ યુએસ, યુકે, ન્યુઝીલેન્ડ અને જાપાનના ભક્તોએ હાજરી આપી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ પ્રસંગે હાજરી આપી હતી અને ઉત્સવના ઊંડા સંદેશની પ્રશંસા કરી હતી. *હોળી અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે - એક એવી આશા જે આપણને પ્રેરણા આપે છે.* ટૂંક સમયમાં પૂર્ણ થનારા વેસ્ટર્ન સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં સ્થિત, આ સાંસ્કૃતિક પરિસર ઉત્સવ માટે એક અદભુત પૃષ્ઠભૂમિ પૂરું પાડતું હતું. વડાપ્રધાન અલ્બેનીઝે તેને *ઉલ્લેખનીય વિકાસનું એક અદ્ભુત ઉદાહરણ* ગણાવ્યું. *આ મંદિર ફક્ત પૂજા સ્થળ નથી, પરંતુ તે શાંતિ, આત્મીયતા અને સંબંધનું સ્થળ છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના ધર્મ અને પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ઘર જેવું અનુભવે છે.*

હોળીના ભવ્ય ઉજવણીઓમાં, ફૂલદોલ ઉત્સવ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર હતું. તે સંગીત, નૃત્ય, પરંપરાગત પ્રદર્શન અને રંગોના અદ્ભુત પ્રદર્શનથી ભરેલું હતું.

આ તહેવાર માત્ર ખરાબ પર સારાના વિજયનું પ્રતીક નથી, પરંતુ નવા જીવન અને આત્મશુદ્ધિનો સંદેશ પણ આપે છે. મ્છઁજી ના પ્રવક્તાએ કહ્યું, *ફૂલડોલ આપણા સમુદાય માટે એક ખાસ પ્રસંગ છે. છેલ્લા ૧૧૫ વર્ષમાં આ બીજી વાર છે જ્યારે તે ભારતની બહાર ઉજવવામાં આવી રહ્યો છે. સિડનીમાં તેને આટલા ભવ્ય સ્વરૃપમાં જોવું ખરેખર અનોખું છે.*

BAPS ના આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (૯૨ વર્ષ) એ તેમના પવિત્ર આશીર્વાદથી ઉત્સવની શોભા વધારી. તેમણે ભક્તો પર પવિત્ર જળ છાંટીને આ કાર્યક્રમને વધુ આધ્યાત્મિક રીતે દિવ્ય બનાવ્યો. મ્છઁજી ના પ્રવક્તાએ કહ્યું, *પવિત્ર મહંત સ્વામી મહારાજની હાજરી ભક્તો માટે એક અવિસ્મરણીય આશીર્વાદ છે. આ તહેવાર ફક્ત રંગો પૂરતો મર્યાદિત નથી પરંતુ તે શ્રદ્ધા, એકતા અને સામૂહિક આનંદનું પ્રતીક પણ છે.*

 પ્રધાનમંત્રી અલ્બેનીઝે તેમની મુલાકાતનું સમાપન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ઉપદેશો પર ચિંતન કરીને કર્યું. *પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હંમેશા શીખવ્યું છે કે એકતામાં શક્તિ છે. જ્યારે હૃદય એક હોય છે, ત્યારે કંઈપણ અશક્ય નથી.* ફુલડોલ ઉત્સવ ફક્ત રંગોનો ઉત્સવ નહોતો, પણ ઓસ્ટ્રેલિયન સમુદાય સાથે ભારતીય પરંપરાઓ શેર કરવાની અને આપણા આધ્યાત્મિક મૂળ સાથે ફરીથી જોડાવાની તક પણ હતી.

 

(8:21 PM IST)