હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુનિતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં જબરો ઉત્સાહ : તમામ મંદિરોમાં તેમની સલામતી માટે ભજન કીર્તન
સુનિતા વિલિયમ્સ મૂળ મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામના વતની :સુનિતા વિલિયમ્સ પરત ફરવાની ખુશીમાં ગામમાં આનંદનો માહોલ

નવી દિલ્હી : અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ આગામી 19 તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા હતા. જોકે હવે તેઓ પૃથ્વી પર પરત આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામમાં હાલ ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ છે. જેમાં તેઓ અગાઉ પણ તેમના ગામના લોકોને મળવા માટે આવ્યા હતા. તેવું ગામના લોકોનું કહેવું છે. તેઓ સહી સલામત પૃથ્વી પર પરત આવી જાય તેને લઈને તેમના ગામમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી ભારત સહિત વિશ્વના દરેક દેશો તેઓ પૃથ્વી પર સહી સલામત પરત આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે 19 તારીખે તેઓ પોતાના પૃથ્વી પર પરત આવી રહ્યા છે. જેને લઈને ઝુલાસણ ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઝુલાસણ ગામમાં હાલ લોકો સુનિતા વિલિયમ્સની જ વાતો કરી રહ્યા છે. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પણ હાલ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સહી સલામત ગામમાં પરત આવે. બીજી તરફ ગામમાં આવેલા મંદિરોમાં પણ તેમની વાપસીને લઈને લોકો ભજન કિર્તન કરી રહ્યા છે
ગામના લોકોની એવી ઈચ્છા છે કે પૃથ્વી પર પરત આવ્યા પછી પણ તેમનું સ્વાસ્થ્ય સારુ રહે. ગામના દરેક લોકો એવું ઈચ્છે છે કે તેઓ પરત તેમના ગામમાં આવે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા તેઓ ઈચ્છે છે. તેમને મળીને અંતરિક્ષમાં તેમને કેવા અનુભવ થયા તે ગામના લોકો જાણવા માગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુલાસણ ગામમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારથી સમાચાર આવ્યા કે તેઓ પરત પૃથ્વી પર ફરી રહ્યા છે. ત્યારથી લોકો અહીંયા આનંદમય થઈ ગયા છે. સાથે જ ગામના લોકોનું કહેવું છે અમારી ઈચ્છા છે કે તેઓ ફરી વાર ગામમાં આવે અને ગામના લોકો સાથે મુલાકાત કરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
