<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

અટપટા નિયમોને કારણે GST એમનેસ્‍ટી યોજનામાં કરદાતાઓનો નીરસ પ્રતિસાદ

અપીલના તમામ કેસ પાછા ખેંચવામાં આવે તો જ લાભની જોગવાઈ

મુંબઇ,તા.૧૮: જીએસટીમાં ટેક્‍સ ભરી દેવામાં આવે તો દંડ અને વ્‍યાજ માફ કરી દેવામાં આવશે તે માટે હાલમાં જ એમનેસ્‍ટી સ્‍કીમ લાગવામાં આવી છે. પરંતુ તેમાં વિચિત્ર જોગવાઈ રાખવામાં આવી હોવાના લીધે કરદાતાઓ ધાર્યા પ્રમાણેનો લાભ લઈ રહ્યા નહીં હોવાની હકીકતો જાણવા મળી છે. આ માટે જીએસટીના અધિકારીઓ પણ એમનેસ્‍ટી સ્‍કીમમાં વધુમાં વધુ કરદાતા લાભ લે તે માટે કમર કસી રહ્યા છે. પરંતુ અટપટા નિયમોને કારણે કરદાતાઓ પણ તેનો લાભ લેતા નહીં હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટીમાં નાની સરખી પણ ભૂલ હોય તો કરદાતાને વિભાગ હારા નોટિસ આપીને દંડ, વ્‍યાજ અને ટેક્‍સની રકમ ભરવા માટે તાકીદ કરતા હોય છે. તેમાં કરદાતા દ્વારા કેટલાક કેસમાં નોટિસ પ્રમાણે રકમ ભરપાઈ કરી દેતા હોય છે. જ્‍યારે કેટલાક કિસ્‍સામાં અપીલ કરવામાં આવતી હોય છે. આ અપીલના કેસમાં જે ચુકાદો આવે તે પ્રમાણે રકમ ભરવામાં આવતી હોય છે. જ્‍યારે જીએસટી વિભાગે આવા તમામ કેસનો નિકાલ થાય તે માટે હાલમાં જ જીએસટી એમનેસ્‍ટી સ્‍કીમ લાવી છે. આ સ્‍કીમમાં કરદાતા દ્વારા ટેક્‍સની રકમ ભરવામાં આવે નો દંડ અને વ્‍યાજ માફી આપવામાં આવતી હોય છે. આ માટે કરદાનાએ ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કરદાતાઓ આ સ્‍કીમનો લાભ લેતા નહીં હોવાની હકીકતો જાણવા મળી છે.(૪૦.૨)

આ કારણોસર સ્‍કીમનો લાભ લેવામાં નીરસતા

આ માટેનું કારણ એવું છે કે કેટલાક કિસ્‍સામાં જીએસટી નંબર ખોટો લખાયો હોય. ઇ વે બિલમાં નાની સરખી ભેલ હોય, ક્રેડિટ વધારે લીધી હોય. સામેવાળા વેપારીએ જીએસટી ભરવામાં મોડું કર્યું હોય. તેવા કિસ્‍સામાં પણ ટેક્‍સ, દંડ અને વ્‍યાજ ભરવા માટે નોટિસ આપી હોય છે. આ નોટિસની સામે કરદાતા દ્વારા અપીલ કરવામાં આવી હોય છે. હવે આ અપીલના કેસ કરદાતાની તરફેણમાં આવવાની શકયતા હોય છે કારણ કે કરદાતા દ્વારા ટેક્‍સ ચોરી કરવાનો ઇરાદો હોતો નથી, પરંતુ માનવીય ભૂલને લીધે નોટિસ મળી હોય છે. તેને લગતા પુરાવા અપીલમાં રજૂ કરવામાં આવે તો તે કેસનો નિકાલ થઇ જાય તેમ હોય છે. જ્‍યારે કરદાતા દ્વારા એમનેસ્‍ટી સ્‍કીમનો લાભ આવા કિસ્‍સામાં પણ લેવામાં આવે તો ટેક્‍સ ભરવાની સ્‍થિતિ ઊભી થઇ શકતી હોય છે. તેના લીધે સ્‍કીમનો લાભ લેતા નહીં હોવાની હકીકતો જાણવા મળી છે.

(9:50 AM IST)