<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગાઝિયાબાદમાં'કઢી ખાવાથી ' નહી પરંતુ 7 વર્ષની બાળકી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાનો ભેદ ઉકેલાયો

પોતાના પાપનો ઢાંકપિછોડો કરવા માટે પિતાએ પડોશીને ફસાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે રાતે મોકલાવેલી કઢી ખાવાથી તેની દીકરીનું મોત થયું હતું પરંતુ પિતાનું કઢી ખાવાથી મોતનું બહાનું ન ચાલ્યું.

નવી દિલ્હી તા.૧૮ : ગાઝિયાબાદમાં 7 વર્ષની બાળકીના રેપ અને મર્ડરનો ભેદ ઉકેલાઈ ગયો છે. પિતાએ જ હોળીની રાતે દુષ્કર્મ આચરીને 7 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી. પોતાના પાપનો ઢાંકપિછોડો કરવા માટે પિતાએ પડોશીને ફસાવ્યો હતો અને કહ્યું હતું કે તેણે રાતે મોકલાવેલી કઢી ખાવાથી તેની દીકરીનું મોત થયું હતું પરંતુ પિતાનું કઢી ખાવાથી મોતનું બહાનું ન ચાલ્યું. એટલું જ નહીં પરંતુ પોતાનો ગુનો છાવરવા માટે આરોપીએ તેના બીજા બાળકોને ખોટી બીમારીને નામે હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતા પરંતુ આરોપી પિતાની બધી ચાલ નિષ્ફળ રહી અને પોલીસે આખરે પાપી પિતાના પાપનો પર્દાફાશ કરી નાખ્યો હતો અને પિતાની ધરપકડ કરી હતી.

પિતાએ શું ખુલાસો કર્યો

 

પૂછપરછમાં આરોપી પિતાએ કબૂલાત કરતાં કહ્યું કે હોળીની રાતે તેણે દારુ પીધો હતો. 13 માર્ચે સવારે 3 વાગ્યે તેના પાંચ બાળકો અને પત્ની એક રૂમમાં સૂતા હતા. તેણે તેની સાત વર્ષની પુત્રીને પલંગ પરથી ઉપાડી બીજા રૂમમાં ગયો. તેણે તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે રડવા લાગી, ત્યારે તેણે તેનું ગળું દબાવી દીધું. સવારે તેણે એક મિત્રને ફોન કરીને કહ્યું કે તેની પુત્રી કઢી ખાધા પછી બીમાર પડી ગઈ છે. તેઓ સગીરાને મોટરસાઇકલ પર સ્થાનિક ક્લિનિકમાં લઈ ગયા. ક્લિનિકના ડૉક્ટરે પરિવારને તેણીને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેઓ તેણીને GTB લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ પછી આરોપીએ તેના અન્ય બાળકોને હોસ્પિટલમાં બોલાવ્યા અને બીમારીનો ઢોંગ કરવાનું કહ્યું. "તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ડોક્ટરોને જણાવે કે તેમને પેટમાં દુખાવો છે જોકે તપાસમાં કોઈ દુખાવો ન હોવાનું જણાતાં શક વધુ ઘેરો બન્યો.

 

પકડાવાની બીકે પોસ્ટમોર્ટમની ના પાડી

 

અંકુર વિહારના ACP અજય કુમાર સિંહે TOI ને જણાવ્યું હતું કે, "આરોપીઓએ GTB હોસ્પિટલમાં છોકરીનું પોસ્ટમોર્ટમ ન ઇચ્છતા હોવાની અરજી રજૂ કરી હતી, અને અમારી પાસે તેના પુરાવા છે. તેના પાડોશીને ફસાવવા માટે, તેણે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને શાંતિ દેવી સામે FIR નોંધવામાં આવી હતી. તેણીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.

 

પડોશીએ મોકલેલી કઢી ખાવાથી મોતનું નાટક

 

આરોપીએ પિતાએ શરુઆતમાં એવું રટણ કર્યાં કર્યું કે તેનું દીકરીનું મોત પડોશીએ રાતે મોકલાવેલી કઢી ખાવાથી થયું છે અને ખરેખર પડોશી શાંતિ દેવીએ કઢી મોકલાવી હતી પરંતુ તેને કારણે કોઈનું મોત થયું નહોતું. પિતાએ આ વાત ઉપજાવી કાઢી હતી.

(5:05 PM IST)