તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
એક મહિના સુધી રશિયા યુક્રેનના પાવર પ્લાન્ટ ઉપર હુમલાઓ નહીં કરે: ટ્રમ્પ અને પુતીન વચ્ચે બે કલાકથી વધુ લાંબી મંત્રણા બાદ લેવાયેલો નિર્ણય

ટ્રમ્પ અને પુતીન વચ્ચે લાંબી વાતચીત પછી રશિયા હવે એક મહિના સુધી યુક્રેનના પાવર પ્લાન્ટ ઉપર હુમલાઓ નહીં કરે. બંને વિશ્વ નેતાઓએ બે કલાકથી વધુ સમય માટે પણ ફોન ઉપર મંત્રણા કરી હતી.
રશિયન પ્રેસિડેન્ટ પુતીને કહ્યું હતું કે સંઘર્ષનો ઉકેલ લાંબા ગાળાનો અને વ્યાપક હોવો જોઈએ, જેમાં રશિયા પોતાના સુરક્ષાહિત અને યુદ્ધના મૂળ કારણોને ધ્યાનમાં લેશે.
લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આ પ્રથમ પગલું હોવાનું વ્હાઇટ આવશે જણાવ્યું છે.
હવે યુક્રેનના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે, તેઓ તબક્કાવાર યુદ્ધવિરામની યોજના સાથે સંમત છે કે કેમ તે હવે પછી જાણવા મળશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
