તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
બિસ્કીટ કંપની માટે અશ્લિલ નામ મંજૂર રાખ્યું : ભૂલનું ભાન થતાં મંજૂરી પાછી ખેંચી
સરકારી અધિકારીની આંખો આંધળી થઇ ગઇ...

નવી દિલ્હી, તા.૧૯: સરકારી અધિકારીની ઁઆંખો ઓળે ગઈઁ તેવો એક ઘાટ જોવા મળ્યો છે. દિલ્હીની ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ એક મોટો ભાંગરો વાટતાં બિસ્કિટ કંપની માટે 'ચુ.....રામ‘ નામ મંજૂર રાખ્યું હતું. કંપનીએ તેની ચીજવસ્તુઓ માટે ચુ.....રામ નામે નામ નોંધાવ્યું હતું અને શરુઆતમાં આ અશ્લિલ નામને મંજૂરી પણ પણ મળી ગઈ હતી.
ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રીએ પહેલા તો આ નામને પરમિશન આપી હતી પરંતુ ભૂલનું ભાન થતાં તેણે મંજૂરી પાછી ખેંચી હતી અને પછી મોડે મોડે ખબર પડતાં તેણે તાબડતોબ એક્શન લઈન તેનું રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યું હતું.
જ્યારે આ ટ્રેડમાર્ક પહેલીવાર સ્વીકારવામાં આવ્યો, ત્યારે પરીક્ષકે તેને બે અલગ અલગ શબ્દો 'છુટી‘ અને ‘રામ‘નું સંયોજન માન્યું. તેમણે દલીલ કરી હતી કે આ શબ્દ એક અલગ ઓળખ બનાવે છે અને અન્ય ટ્રેડમાર્કથી અલગ છે. વધુમાં, તે કોઈ ચોક્કસ ઉત્પાદનનો સીધો ઉલ્લેખ કરતું ન હતું, તેથી કલમ ૯(૧) હેઠળ કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો. જોકે, નિષ્ણાતો માનતા હતા કે આ શબ્દની કલમ ૯(૨)(c) હેઠળ તપાસ થવી જોઈતી હતી. આ કલમ એવા ટ્રેડમાર્ક્સને પ્રતિબંધિત કરે છે જે કોઈપણ રીતે અશ્લીલ, અપમાનજનક અથવા જાહેર નૈતિકતાની વિરુદ્ધ હોય. આ જ કારણ હતું કે પાછળથી તેને વાંધાજનક ગણવામાં આવ્યું અને તેની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી.(૨૩.૩)

(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
