<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ભારે કરીઃ પેન્‍ટના ખિસ્‍સામાં રાખેલો મોબાઈલ ફોન બ્‍લાસ્‍ટ થતાં યુવકનો પ્રાઈવેટ પાર્ટ તૂટી ગયો

પાણીપુરીની લારી ચલાવનારા ૧૯ વર્ષના અરવિંદ શાકભાજી લેવા માટે માર્કેટમાંથી બાઈક લઈને નૈનવાડા ગામ પરત ફરી રહયો હતો ત્‍યારે અચાનક તેના પેન્‍ટના ખિસ્‍સામાં રાખેલો ફોન બ્‍લાસ્‍ટ થયો

રાજગઢ, તા.૧૯: મધ્‍યપ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરમાં એક યુવકના ખિસ્‍સામાં મોબાઈલ ફાટવાનો મામલો સામે આવ્‍યો છે. આ ઘટના ત્‍યારે થઈ હતી, જ્‍યારે યુવક બાઈક ચલાવી રહ્‍યો હતો. મોબાઈલ બ્‍લાસ્‍ટ થતાં તેને સંતુલન ખોરવાયું અને તે હાઈવે પર પડી ગયો. ખિસ્‍સામાં મોબાઈલ બ્‍લાસ્‍ટ થતાં યુવકનો પ્રાઈવેટ પાર્ટ તૂટી ગયો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે સારંગપુરથી શાજાપુર રેફર કરવામાં આવ્‍યો છે.

જાણકારી અનુસાર, સારંગપુરમાં પાણીપુરીની લારી ચલાવનારા ૧૯ વર્ષના અરવિંદ શાકભાજી લેવા માટે માર્કેટમાંથી બાઈક લઈને નૈનવાડા ગામ પરત ફરી રહયો હતો. ત્‍યારે ટોલ ટેક્‍સ નજીક અચાનક તેના પેન્‍ટના ખિસ્‍સામાં રાખેલો ફોન બ્‍લાસ્‍ટ થયો. તે નીચે પડી ગયો. અરવિંદનો પ્રાઈવેટ ગંભીર રીતે જખમી થયો. રસ્‍તા પર પડતા તેને માથામાં ગંભીર ઈજા પણ થઈ. જે બાદ તેને તાત્‍કાલિક સારંગપુરની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો. જ્‍યાં ડોક્‍ટરે તેની સારવાર કરી હતી.

ત્‍યારબાદ તેને ગંભીર હાલતમાં શાજાપુર રેફર કર્યો. ઘાયલના ભાઈએ ડોક્‍ટરને જણાવ્‍યું કે, ‘‘અરવિંદે હાલમાં જ જૂનો ફોન ખરીદ્યો હતો. આખી રાત ચાર્જિંગમાં રાખ્‍યા બાદ ખિસ્‍સામાં મૂકીને શાકભાજી લેવા નીકળી ગયો. એક કલાક બાદ ઘરે પરત ફરતા રસ્‍તામાં આ દુર્ઘટના થઈ ગઈ. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.''

ખિસ્‍સામાં મોબાઈલ ફાટયા બાદ યુવકને તાત્‍કાલિક રાહદારીઓએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવીને સારંગપુર સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડયો. જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ તેને શાજાપુર હોસ્‍પિટલમાં મોકલી દીધો. સારંગપુરના ડો. નૈન નાગરે જણાવ્‍યું કે, ‘‘યુવકનો પ્રાઈવેટ પાર્ટ તૂટી ગયો હતો. જે બાદ સારવાર કરી તેને જિલ્લા હોસ્‍પિટલ શાજાપુર રેફર કર્યો છે. જોકે યુવક ખતરામાંથી બહાર છે.'' આ દરમિયાન ડોક્‍ટરે લોકોને મોબાઈલ રાખતી વખતે સાવધાનીઓ રાખવાની વાત કહી છે.(૨૩.૩)

(10:18 AM IST)