<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુહાગરાત પહેલા વરરાજો બેકાબૂ થયો : લગ્નના મંડપમાં જ દુલ્‍હન પાસે કરી વિચિત્ર ડિમાન્‍ડ

ભાઈ થોડી તો રાહ જોઈ લે...વીડિયો વાયરલ ...વરરાજાએ બધાની સામે કરી ગંદી હરકત

નવી દિલ્‍હી, તા.૧૯: દેશમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્‍યારે આવા સમયે વર અને કન્‍યાના વીડિયો સામે આવી રહયા છે. કેટલાય વીડિયો મજેદાર હોય છે. તો વળી કોઈ વીડિયો હસાવીને લોટપોટ કરી નાખે છે. ભારત જેવા દેશમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. અહીં લગ્ન માટે લોકો ખૂબ તૈયારી કરતા હોય છે. પણ હાલમાં સોશિયલ મીડિયાએ બધું બગાડી નાખ્‍યું છે. રીલ્‍સના ચક્કરમાં વર અને કન્‍યાઓ તમામ પ્રકારની હદ પાર કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે.

વાયરલ વીડિયો લગ્નના મંડપનો છે. મંડપ પર વર અને કન્‍યા એકબીજાને વરમાળા પહેરાવી રહયા છે. આ દરમિયાન એક ઘટના ઘટી છે. આ ઘટનાના કારણે આ વીડિયો આગની માફક ફેલાઈ રહયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્‍હને વરરાજાને વરમાળા પહેરાવી રાખી છે. જ્‍યારે વરરાજો વરમાળા પહેરાવા જઈ રહ્‍યો છે. પણ આ સમયે એક ટ્‍વિસ્‍ટ આવે છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વરરાજો, દુલ્‍હનને વરમાળા પહેરાવતા પહેલા કાનમાં કંઈક કહે છે. હકીકતમાં તે કાનમાં સ્‍ટેજ પર જ દુલ્‍હનને કિસ કરવાની ડિમાન્‍ડ કરે છે. દુલ્‍હન માથું હલાવીને ના પાડે છે. પણ વરરાજો માનતો નથી અને જીદ પકડે છે. ત્‍યાર બાદ દુલ્‍હન પાસે અન્‍ય કોઈ વિકલ્‍પ રહેતો નથી.(૨૩.૨)

(10:19 AM IST)