તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
મુંબઈ એરપોર્ટ ટર્મિનલ ૧ તોડી પાડવામાં આવશે
એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં કાટ, પાણીનો પ્રવાહ અને તિરાડો હોવાનું જણાવવામાં આવ્યું : ‘‘ટર્મિનલ તેની મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે મોટા પરિવર્તનમાંથી પસાર થશે''

મુંબઈ તા.૧૯: IIT બોમ્બેના ઓડિટ રિપોર્ટમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં કાટ, પાણીનો પ્રવાહ અને તિરાડો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના પગલે ઍરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) દ્વારા મુંબઈ એરપોર્ટ ટર્મિનલ ૧ પર એર ટ્રાફિક કામગીરીની સલામતીની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોની સલામતી અને એરલાઇન કામગીરી સુનિヘતિ કરવા માટે AERA એ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ટર્મિનલ ૧ ને જરૂરી રીતે તોડી પાડવાનો આદેશ આપ્યો છે.
અગાઉ મુંબઈ ઇન્ટરનેશનલ એરિપોર્ટ લિમિટેડ (MIAL) ઓપરેટર અદાણી ગ્રુપે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA) ટર્મિનલ ૧ ને પુનઃવિકાસ માટે આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી જેથી વાર્ષિક ૨૦ મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતામાં ૩૩ ટકાનો વધારો થાય. ટર્મિનલ તેની મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે મોટા પરિવર્તનમાંથી પસાર થશે. ટર્મિનલના પુનર્વિકાસ યોજનામાં હાલના માળખાને તોડી પાડવાનો અને તેને આધુનિક માળખામાં બદલવાનો સમાવેશ થશે એવી અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી.
ગયા વર્ષે ૨૮ જૂને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૧ કેનોપી તૂટી પડ્યું હતું, જેને લીધે એક કૅબ ડ્રાઇવરનું મળત્યુ થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના બાદ એરપોર્ટ નિયમનકારે ભારતના તમામ ઍર ટર્મિનલના ઑડિટનો આદેશ આપ્યો હતો દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) ના ત્રણેય ટર્મિનલના વ્યાપક સલામતી ઓડિટમાં અનેક સલામતી અંગે ચિંતાઓ સામે આવી છે. નવું ટર્મિનલ ૪ બનાવવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી અને તેના બદલે દિલ્હી ઍરપોર્ટના હાલના ટર્મિનલ ૨ ના નવીનીકરણનો ઝડપી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને IIT મદ્રાસ એવિએશન (DGCA) અને IIT મદ્રાસ દ્વારા એપ્રોન અને ર્બોડિંગ બ્રિજ સાથેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઑડિટ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, DGCA ના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી હતી. DGCA દ્વારા નિયુક્ત નિષ્ણાત પૅનલ શોધી કાઢયું કે ખામીયુક્ત ડિઝાઇન, નબળી કારીગરી અને અપૂરતી જાળવણી પતનના કારણો હોઈ શકે છે જેના કારણે અન્ય ઍરપોર્ટ ટર્મિનલના વ્યાપક ઑડિટ થયા હતા.
મુંબઈ ઍરપોર્ટના સમાન ઓડિટને કારણે DGCA એ એરપોર્ટ રેગ્યુલેટરને જૂના એરપોર્ટ માળખાને સુધારવા અને ટર્મિનલ ૧ બિલ્ડિંગ અને અપ્રોન અને એર સાઇડ ઓપરેશન્સ પરના અન્ય આનુષંગિક એકમોના સલામતી ધોરણો વધારવા કહ્યું. ઓછા બજેટવાળી ઍરલાઇન્સને ટર્મિનલ ૨ અને આગામી નવી મુંબઈ ઍરપોર્ટ પર કામગીરી શિફ્ટ કરવા કહેવામાં આવ્યું છે. ટર્મિનલ ૧ ના પુનર્વિકાસમાં ઓછામાં ઓછા ૩ વર્ષ લાગશે અને તેને અર કાર્ગો હબમાં રૂપાંતરિત કરવામાં આવશે એમ વરિષ્ઠ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું.(૩૮.૬)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
