તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર સમાજવાદી પાર્ટીના નેતાએ વિદ્યાર્થિની પર કર્યો બળાત્કાર
આરોપી સમાજવાદી પાર્ટીના શિક્ષક વિંગનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે

ગાઝીપુર તા.૧૯: ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં બોર્ડ પરીક્ષા આપવા ગયેલી ધોરણ ૧૦ની એક વિદ્યાર્થિની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ મુજબ આરોપી સમાજવાદી પાર્ટીના શિક્ષક વિંગનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. આ મામલે રવિવાર રાત્રે પીડિતાના કાકા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઓમવીર સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી જનાર્દન યાદવ વિરુદ્ધ બીએનએસ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પીડિતા કરિમુદ્દીનપુર પોલીસ સ્ટેશન પાસે આવેલા ગામની રહેવાસી છે અને તેની ઉંમર ૧૬ વર્ષ છે.
ફરિયાદ મુજબ, ૧ માર્ચના રોજ પીડિતા શાળામાં ગણિતની બોર્ડ પરીક્ષાનું પેપર આપવા માટે ગઈ હતી. આ દરમિયાન જનાર્દન યાદવે પીડિતાને મદદ કરવાની લાલચ આપી એક રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીએ પીડિતાને ધમકી પણ આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ભયના કારણે પીડિતાએ લાંબા સમય સુધી કોઈને આ ઘટના વિશે ન કહ્યું. જો કે વારંવાર પૂછપરછ બાદ પીડિતાએ આ ઘટના વિશે જણાવ્યું હતું.(૩૮.૫)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
