તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ગુજરાતના ૧૮૦ ધારાસભ્યોની કુલ સંપત્તિ ૩૦૦૯ કરોડ
૫૫ ટકા ધારાસભ્યો અંડર-ગ્રેજ્યુએટ...ગુજરાત વિધાનસભામાં માત્ર ૧૪ મહિલા જ ધારાસભ્ય

નવી દિલ્હી,તા.૧૯: ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચ (એનઈડબલ્યુ) એ રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું કે, આ વિશ્લેષણમાં ગુજરાતના ધારાસભ્યો અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતના વર્તમાન ૧૮૦ ધારાસભ્યોની કુલ સંપત્તિ ૩૦૦૯ કરોડ રૂપિયા છે.
રાજ્યમાં સૌથી વધુ ૬૬૧ કરોડની સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતી પટેલ પાસે છે. જ્યારે રાજ્યમાં ૨૧ ટકા એટલે કે ૩૭ ધારાસભ્ય સામે ગુના દાખલ થયેલા છે. ગુજરાતના ૨૬ ધારાસભ્ય સામે મહિલાવિરોધી ગુના, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.
દેશમાં સૌથી ઓછું ભણતર ધરાવતા ધારાસભ્યો ગુજરાતના છે. એડીઆર રિપોર્ટ મુજબ ગુજરાતના ૫૫ ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ થયેલા નથી. ગુજરાતના ૯૮ ધારાસભ્યો ધો.૫થી ઓછું અથવા ધો.૫થી ૧૨ અથવા ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં માત્ર ૧૪ મહિલા જ ધારાસભ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડેટા ધારાસભ્યો દ્વારા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે. ધારાસભ્યોના સ્વ-સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે દેશના ૧૮૬૧ ધારાસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
