<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ડીપફેક વીડિયો દ્વારા નાણાકીય છેતરપિંડી થવાની સંભાવના-સાવધ રહો, જાગૃત રહો!

સાયબર ગુનેગારોની નવી મોડસ ઓપરેન્‍ડિ ભારતના નાણામંત્રીનો ડીપફેક વીડિયો બનાવીને ઈન્‍વેસ્‍ટરોને આકર્ષિત કરવાની ઓપરેન્‍ડિ

નવી દિલ્‍હી,તા.૧૯: સાયબર ક્રાઈમ માત્ર વધી રહ્યો નથી. પરંતુ તે સતત બદલાઈ રહ્યો છે અને સાયબર ગુનેગારો નવી-નવી યુક્‍તિઓ અપનાવીને સામાન્‍ય તથા નિર્દોષ નાગરીકોને લુંટી રહ્યા છે. ત્‍યારે આ વખતે ડીપટેક વીડિયો બનાવીને નાણાકીય રોકાણ કરવા માટેની સલાહ આપતા હોય તેવા જાહેરાતના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જેમા ભારતના નાણામંત્રીનો પણ એક વીડિયો આવી જ રીતે વાયરલ થતા નાગરીકો સાથે નાણાકીય છેતરપિંડી થવાની સંભાવના રહેલી હોવાથી સાવધાન રહેવુ ખૂબ જરૂરી છે.

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર કેટલાક એવા જાહેરાત વીડિયો જોવા મળ્‍યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે. આ વીડિયોમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમલ એક આકર્ષક રોકાણ યોજનાની જાહેરાત કરી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્‍યું છે. આ યોજનામાં ૨૧,૦૦૦ અથવા ૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવાથી માત્ર ૨૮ દિવસમાં ૧,૭૦,૦૦૦ રૂપિયા કમાવવાની લાલચ અપાઈ રહી છે. ખાસ કરીને, આ યોજના ૩૧ માર્ચ સુધી જ માન્‍ય હોવાનું જણાવવામાં આવ્‍યું છે. જે નાણાકીય વર્ષના અંતે ટેક્‍સ બચાવવા માટેની એક આકર્ષક રોકાણની તક તરીકે રજૂ કરાઈ છે. ૧.૭૦,૦૦૦ રૂપિયા અથવા તેનાથી વધુનું જંગી વળતર જાહેરાતનું મુખ્‍ય આકર્ષણ છે. જે લોકોને ઝડપથી આકર્ષિત કરે છે.

સાયબર એક્‍સપર્ટ નીતિન શ્રીમાળીએ જણાવ્‍યું કે, આ જાહેરાતોમાં ઊંચા વળતરની લાલચ અપાઈ રહી છે. જે સામાન્‍ય રીતે અવાસ્‍તવિક હોય છે. લોકો લિંક પર કિલક કરીને રજીસ્‍ટ્રેશન કરવા અથવા યોજના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરે છે, અને પરિણામે તેઓ સાયબર ફોડનો ભોગ બને છે. આ એક સુનિયોજિત કૌભાંડ છે, જેમાં ગુનેગારો ડીપફ્રેક ટેક્રોલોજીનો ઉપયોગ કરીને ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. નિર્મલા સીતારમણ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, નારાયણ મૂર્તિ, રાજ્‍યસભા સાંસદ સુધા મૂર્તિ, રાજદીપ સરદેસાઈ, રાહુલ કંવલ જેવા જાણીતા લોકોના ચહેરાનો ઉપયોગ કરીને વીડિયો બનાવે છે. આ વીડિયોને Deeplake amulytic portal પર ફેટ ચેક કરવામાં આવતા તે બનાવટી છે તે સાબિત થયું છે.

આ વિડિયોમાં તેઓ ટીવી ન્‍યૂઝ ઇન્‍ટરવ્‍યુની જેમ આ યોજનાને પોત્‍સાહન આપતા હોય તેવું દર્શાવાઈ રહ્યું છે, જે લોકોને વ્‍યામિત કરે છે. જે લોકો વાસ્‍તવિક્‍તાથી અજાણ છે તેઓ સરળતાથી છેતરાઈ જાય છે. ડીપકેક ટેક્રોલોજી એ એક શક્‍તિશાળી સાધન છે, જેનો ઉપયોગ સાયબર ક્રિમિનલ્‍સ અનેક પ્રકારના કૌભાંડો કરવા માટે કરી શકે છે. AL-સક્ષમ વીડિયો અને વોઇસ ફોડ રોમાંસ સ્‍કેમ, રોજગાર છેતરપિંડી, રોકાણ યોજનાઓ, ખંડણી, ફિશિંગ અને અન્‍ય પ્રકારના નાણાકીય કોડનો ભાગ હોઈ શકે છે, જે સમાજ માટે એક ગંભીર ખતરો છે.

ડીપફેક વીડિયો ઓળખવાની ટેક્‌નિક

ચહેરાની હલનચલન અને આંખોની ગતિઃ હલનયલન ધણીવાર અકુદરતી લાગે છે. આખોની પલક ઝબકવાની ગતિ, હોઠની હલનચલન અને ચહેરાના હાવભાવમાં અસંગતતા જોવા મળે છે. ખાસ કરીને, આંખોની ગતિ અને પલકારામાં અસામાન્‍યતા જોવા મળી શકે છે.

અવાજ અને હોઠનું સિંક્રોનાઇઝેશનઃ ડીપફેક વીડિયોમાં અવાજ પાણ

અકુદરતી લાગે છે. અવાજમાં રોબોટિક જેવી ગુણવત્તા હોઈ શકે છે અથવા અવાજ અને હોકની હલનચલનમાં મેળ ન હોઈ શકે છે. અવાજની ગુણવત્તામાં અચાનક ફેરફાર અથવા અવાજમાં અકુદરતી વિરામ પણ જોવા મળી શકે છે.

વીડિયોની ગુણવત્તા અને ચહેરાની વિગતોઃ ડીપફેક વીડિયોની ગુણવત્તા ઘણીવાર ઓછી હોય છે. ચહેરાની આસપાસ બ્‍લરનેસ અથવા પિક્‍સેલેશન જોવા મળે છે. રાહેરાની નાની વિગતો, જેમ કે બચાની ટેક્‍સચર અથવા વાળની લાઈન, અકુદરતી દેખાઈ શકે છે.

લાઇટિંગ અને શેડોઝઃ આવા વીડિયોમાં લાઇટિંગ અને શેડોઝ ઘણીવાર અકુદરતી હોય છે. સહેરા પર પડતા પ્રકાશ અને પડછાયામાં વિરોધાભાસ જોવા મળે છે. ખાસ કરીને, ચહેરા પર પડતા પ્રકાશનાસ્ત્રોત અને પડછાયાની દિશામાં અસંગતતા જોવા મળી શકે છે

ઓનલાઈન ટૂલ્‍સ અને સોફ્‌ટવેરઃ ડીપફેક વીડિયોને ઓળખવા માટે કેટલાક ઓનલાઈન ટૂલ્‍સ અને સોફટવેર ઉપલબ્‍ધ છે. આ ટૂલ્‍સ વીડિયોનું વિશ્વશ્‍લેષણ કરીને ડીપફેક હોવાની સંભાવના દર્શાવે છે. આ ટૂલ્‍સનો ઉપયોગ કરીને વીડિયોની ફ્રેમ બાય ફ્રેમ તપાસ કરી શકાય છે.

શંકાસ્‍પદ લિંક્‍સ અને માહિતીનોસ્ત્રીતઃ જો કોઈ વીડિયો સાથે શંકાસ્‍પદ લિંક હોય, તો તેના પર ક્‍લિક કરવાનું ટાળો. જો માહિતી કોઈ અજાણ્‍યાસ્ત્રોતમાંથી આવી હોય. તો તેના પર વિશ્વાસ ન કરો.

(10:53 AM IST)