તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
૧૧ ફુટ જેટલી ઊંચી છલાંગ મારી શિકાર કરી શકે એવું દુર્લભ પ્રાણી વાઘના અભયારણ્યમાં જોવા મળ્યું
મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં હેણોતરો જોવા મળ્યો એ જોઈને પ્રાણીવિશેષજ્ઞો અને વન્યજીવ પ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ છે

મુકુંદરા,તા.૧૯: જેમ ચિત્તા એક સમયે ભારતમાં સમ ખાવા પૂરતાય નહોતા, એવી જ હાલત અત્યારે કેરેકલ એટલે કે કચ્છની ભાષામાં હેણોતરો તરીકે જાણીતા બિગ કેટ ફેમિલીના પ્રાણીની છે. કચ્છ-રાજસ્થાનમાં જ જોવા મળતા આ પ્રાણીની અત્યારે કદાચ ભારતમાં વસ્તી પચીસ-ત્રીસથી પણ ઓછી છે. તાજેતરમાં રાજસ્થાનના મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં હેણોતરો જોવા મળ્યો હતો. એ જોઈને પ્રાણીવિશેષજ્ઞો અને વન્યજીવ પ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ છે. કેરેકલને હિન્દીમાં સ્યાહગોશ કહેવાય છે જે શિકાર કરવામાં ખૂબ જ ચપળ હોય છે. સામાન્ય રીતે આફ્રિકા, મધ્ય એશિયા અને ભારતમાં કચ્છ-રાજસ્થાનમાં જ જોવા મળતું આ પ્રાણી નામશેષ થવાના આરે છે. વાઘના સંરક્ષણ માટે બનેલા મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં આ પ્રાણી પહેલી વાર જોવા મળ્યું છે. આ અભયારણ્ય કોટા, બુંદી, ઝાલાવાડ અને ચિત્તોડગઢ જિલ્લામાં ફેલાયેલું છે અને અહીં વાઘ ઉપરાંત દીપડા, રીંછ અને અન્ય દુર્લભ પ્રાણીઓનું ઘર છે. તાજેતરમાં વનવિભાગે મૂકેલા એક કેમેરા ટ્રેપમાં હેણોતરો જોવા મળ્યો હતો. આ પહેલાં રાજસ્થાનમાં પણ આ પ્રાણી રણથંભોર અને સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ જોવા મળતો હતો. આવા દુર્લભ પ્રાણીનું દેખાવું એ મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં સારા પરિર્વતનોનો સંકેત આપે છે.(
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
