<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

વિવિધ રાજ્‍યોના વર્તમાન ધારાસભ્‍યો પાસે કુલ ૭૩૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ

૧૧૯ ધારાસભ્‍યો અબજોપતિ છે,૧૦૭ ધારાસભ્‍યો એવા છે જેમની પાસે ૧૦૦-૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે

નવી દિલ્‍હી, તા.૧૯: એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્‍સ એ ૨૮ રાજ્‍યો અને ત્રણ કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૪૦૯૨ ધારાસભ્‍યો દ્વારા ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામાનું વિશ્‍લેષણ કરીને આ માહિતી એકત્રિત કરી છે. ADR મુજબ, દેશના વિવિધ રાજ્‍યોના વર્તમાન ધારાસભ્‍યો પાસે કુલ ૭૩૩૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સંપત્તિ ત્રણ પૂર્વોત્તર રાજ્‍યો નાગાલેન્‍ડ, ત્રિપુરા અને મેઘાલયના કુલ એક વર્ષના બજેટ જેટલી છે.

ADR રિપોર્ટ મુજબ, દેશના ૪૫ ટકા ધારાસભ્‍યોએ સ્‍વીકાર્યું છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત, ૨૯ ટકા ધારાસભ્‍યોએ સ્‍વીકાર્યું કે તેમની સામે ગંભીર ગુનાઓના કેસ છે.

રિપોર્ટ અનુસાર, દેશના ૪૦૯૨ ધારાસભ્‍યોમાંથી ૧૧૯ ધારાસભ્‍યો અબજોપતિ છે. એટલે કે ત્રણ ટકા ધારાસભ્‍યો અબજોપતિ છે. સૌથી વધુ અબજોપતિ ધારાસભ્‍યો આંધ્રપ્રદેશના છે જ્‍યાં ૧૭૪માંથી ૨૭ ધારાસભ્‍યો અબજોપતિ છે. ૪ ધારાસભ્‍યો એવા છે જેમની પાસે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને ૮ ધારાસભ્‍યો એવા છે જેમની પાસે ૫૦૦-૧,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જ્‍યારે ૧૦૭ ધારાસભ્‍યો એવા છે જેમની પાસે ૧૦૦-૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ ઉપરાંત, ૬૫ ધારાસભ્‍યો એવા છે જેમની સંપત્તિ ૧૦ લાખ રૂપિયાથી ઓછી છે. જ્‍યારે ભાજપના ધારાસભ્‍યો પાસે ૨૬૨૭૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

દેશમાં આંધ્ર્રપદેશના ધારાસભ્‍યો સામે સૌથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. આંધ્ર્રપદેશના ૭૯ ટકા ધારાસભ્‍યો સામે કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત, સિક્કિમમાં, ૩૨ ધારાસભ્‍યોમાંથી, ફક્‍ત એક ધારાસભ્‍ય સામે કેસ નોંધાયેલ છે. ૧૩૪ ટીડીપી સભ્‍યોમાંથી, ૧૧૫ સભ્‍યો સામે સૌથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. રાજસ્‍થાનમાં ૩૧ ટકા ધારાસભ્‍યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

રાજ્‍યના ધારાસભ્‍ય સામે ફોજદારી કેસ દાખલઃ આંધ્ર્રપદેશ ૭૯ ટકા, કેરળ ૬૯ ટકા, તેલંગાણા ૬૯ ટકા, બિહાર ૬૬ ટકા, મહારાષ્‍ટ્ર ૬૫ ટકા, રાજસ્‍થાન ૩૧ ટકા, મધ્‍ય્રપદેશ ૩૯ ટકા, છત્તીસગઢ ૧૮ ટકા.

(11:19 AM IST)