તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સુનિતા સહિત ચારેય અવકાશયાત્રીઓની તબિયત સારી : મસ્કે તેમને સુરક્ષિત પરત ફરવા બદલ અભિનંદન આપ્યા
ખાસ વાત એ છે કે આ મિશનમાં, નાસાની સાથે, એલોન મસ્કની કંપની સ્પેસએક્સનો પણ મહત્વપૂર્ણ સહયોગ હતો

નવી દિલ્હી, તા.૧૯: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ૨૮૬ દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. અવકાશ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સુનિતા અને બેરી વિલ્મોર સાથે પરત ફરતું અવકાશયાન સવારે ૩.૨૭ વાગ્યે અમેરિકાના ફ્લોરિડામાં સમુદ્રતળ પર ઉતર્યું હતું. ખાસ વાત એ છે કે આ મિશનમાં, નાસાની સાથે, એલોન મસ્કની કંપની સ્પેસએક્સનો પણ મહત્વપૂર્ણ સહયોગ હતો. ભારતમાં પરિવારના સભ્યોએ સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસી માટે યજ્ઞ-હવન અને પ્રાર્થના કરી. ગુજરાતમાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવી. નાસાએ ફ્લોરિડામાં સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફરેલા ચારેય અવકાશયાત્રીઓના સુરક્ષિત પરત ફરવાની પુષ્ટિ કરી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આને એક સફળ સ્પ્લેશડાઉન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ નાસાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, બધા અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. નાસાએ જણાવ્યું હતું કે બધા મુસાફરો સ્વસ્થ છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. સમુદ્રમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા નાસાએ કહ્યું કે, કોસ્ટ ગાર્ડ ટીમે ખૂબ સારું કામ કર્યું. સફળ વાપસી બાદ, સ્પેસએક્સના
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
