<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુનિતા વિલિયમ્‍સ હવે ભારત આવશે, પિતરાઈ બહેનએ પુષ્ટિ કરી

નવી દિલ્‍હી, તા.૧૯: ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ આજે સવારે સુરક્ષિત રીતે પળથ્‍વી પર પરત ફર્યા છે. સુનિતા વિલિયમ્‍સ આંતરરાષ્‍ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્‍યા પછી પળથ્‍વી પર પરત ફર્યા છે. સુરક્ષિત ઉતરાણ પછી, ગુજરાતના તેમના વતન ગામના રહેવાસીઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. સુનિતાની પિતરાઈ બહેન ફાલ્‍ગુની પંડ્‍યાએ કહ્યું કે તે એક અવિસ્‍મરણીય ક્ષણ હતી. સુનિતા અને તેમના સાથીદાર બુચ વિલ્‍મોરે સ્‍પેસએક્‍સ ડ્રેગન અવકાશયાનમાં ફ્‌લોરિડાના દરિયાકાંઠે સફળ ઉતરાણ કર્યું. તેની પિતરાઈ બહેન ફાલ્‍ગુની પંડ્‍યાએ NDTV ને જણાવ્‍યું, અમે ખૂબ ખુશ છીએ કે તે સુરક્ષિત રીતે પાછી આવી ગઈ છે. અમે હવે સાથે રજાઓ પર જવા અને પરિવાર સાથે સમય વિતાવવાનું આયોજન કરી રહ્યા છીએ. ફાલ્‍ગુની પંડ્‍યાએ પુષ્ટિ આપી કે સુનિતા વિલિયમ્‍સ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ તેમને શુભેચ્‍છા પાઠવતો પત્ર લખ્‍યો હતો અને કહ્યું હતું કે ભારત તેમની મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પત્રમાં લખ્‍યું છે કે, ૧.૪ અબજ ભારતીયોને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે. તાજેતરની ઘટનાઓમાં તમારી પ્રેરણાદાયી દ્રઢતા અને હિંમત ફરી એકવાર સાબિત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્‍યારે તેઓ અમેરિકામાં રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને જો બિડેનને મળ્‍યા હતા, ત્‍યારે તેમણે સુનિતા વિલિયમ્‍સના ખબરઅંતર પૂછયા હતા. શું સુનિતા વિલિયમ્‍સ ફરીથી અવકાશમાં જશે કે મંગળ પર ઉતરનાર પ્રથમ વ્‍યક્‍તિ બનશે? આના પર, સુનિતાના પિતરાઈ એ કહ્યું કે તે તેમની ઇચ્‍છા પર આધાર રાખે છેૅ. તે આપણા બધા માટે એક રોલ મોડેલ છે, તેમણે કહ્યું. મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના રહેવાસીઓ ઉત્‍સાહથી ભરેલા છે. આ ગામ વિલિયમ્‍સના પિતા દીપક પંડ્‍યાનું પૈતળક ગામ છે. સુનિતા વિલિયમ્‍સના પિતા દીપક પંડ્‍યા ૧૯૫૭માં અમેરિકા ગયા.

(4:20 PM IST)