<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

પશ્‍ચિમી દેશો અન્‍ય દેશોમાં દખલ કરે તો સ્‍વતંત્રતા બીજા કોઈ દેશ એમ કરે તો તેમનો બદઈરાદો

રાયસીના ડાયલોગ ૨૦૨૫માં જયશંકરે ચોખ્‍ખુ સંભળાવી દીધું

નવી દિલ્‍હીઃ રાયસીના ડાયલોગ ૨૦૨૫ના બીજા દિવસ વિદેશમંત્રી જયશંકરે વૈશ્‍વિક રાજકારણમાં બેવડા માપદંડો પર પ્રહાર કર્યા હતા. પશ્‍ચિમી દેશોની નીતિઓની વિસંગતિઓ પર તેમણે કહ્યું, આજે અમે જ્‍યારે રાજનીતિક હસ્‍તક્ષેપની વાત કરીએ તો પશ્‍ચિમી દેશો તેને લોકશાહીનું સમર્થન કહે છે, પણ અમે જ્‍યારે તેમના મામલાઓ પર સવાલ ઉઠાવીએ છીએ તો તેને દુર્ભાવનાપૂર્ણ ગણવામાં આવે છે.

આજે વૈશ્‍વિક વ્‍યવસ્‍થાની નિષ્‍પક્ષતા સુનિશ્‍ચીત કરવા માટે આપણે એક મજબૂત અને ન્‍યાયસંગત સંયૂક્‍ત રાષ્‍ટ્રની જરૂર છે. એક મજબૂત વૈશ્‍વિક વ્‍યવસ્‍થામાં માપદંડોમાં કેટલીક સ્‍થિરતા હોવી જોઈએ. અમારા પૂર્વમાં મ્‍યામારમાં સૈન્‍ય વત્તાપલ્‍ટો થયો. જે નહોતો થવો જોઈતો. પશ્‍ચિમમાં તે આનાથી પણ વધારે જોવા મળે છે. રાષ્‍ટ્રની અખંડતાનું રક્ષણ સત્રમાં જયશંકરે કહ્યું ‘‘બીજા વિશ્‍વયુધ્‍ધ પછી કોઈ અન્‍ય દેશ દ્વારા કોઈ વિસ્‍તાર પર સૌથી વધુ સમય સુધી ગેરકાયદે કબજાનું ઉદાહરણ કાશ્‍મીર છે. અમે સંયૂક્‍ત રાષ્‍ટ્રમાં ગયા, પણ આ પ્રમાણે વિવાદ બનાવી લેવાયો. હુમલાખોર અને પિડીતને સરખા ગણી લેવાયા. દોષિત કોણ હતા? યુકે, કેનેડા, બેલિજયમ, ઓસ્‍ટ્રેલીયા, અમેરિકા?''

જયશંકરે કહ્યું, ‘‘એક અસરકારક વૈશ્‍વિક વ્‍યવસ્‍થા દુનિયા માટે કેટલીક મહત્‍વપૂર્ણ છે, જેટલી કોઈ દેશ માટે ઘરેલુ શાશન વ્‍યવસ્‍થા. જો કોઈ વ્‍યવસ્‍થા નહીં હોય તો મોટા દેશોને જ લાભ મળશે એટલું જ નહીં ચરમપંથી વલણ નિશાન તાકતા તેમણે કહ્યું કે જોખમી દેશ બનવા માટે મોટો હોદો નથી.(૪૦.૨૩)

(2:40 PM IST)