<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

હજારો લોકો પીડાઈ રહ્યા છેઃ દિલ્‍હી-એનસીઆરમાં બિલ્‍ડર-બેંક સાંઠગાંઠની તપાસ સીબીઆઈ કરશે

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી બિલ્‍ડરો અને બેંકો વચ્‍ચેના જોડાણની તપાસ માટે રોડમેપ માંગ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૯: દિલ્‍હી-એનસીઆરમાં બિલ્‍ડરો અને બેંકો વચ્‍ચેની સાંઠગાંઠને કારણે મુશ્‍કેલીમાં મુકાયેલા હજારો ફ્‌લેટ ખરીદદારોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે સીબીઆઈ પાસેથી બિલ્‍ડરો અને બેંકો વચ્‍ચેના જોડાણની તપાસ માટે રોડમેપ માંગ્‍યો છે, જે ઘર ખરીદનારાઓ અને રોકાણકારોને તેમના મહેનતના પૈસાથી છેતરે છે.

ન્‍યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્‍ચે કહ્યું કે, અમે આ મામલાના મૂળ સુધી પહોંચીશું. ગુનેગારો પળથ્‍વી પર જ્‍યાં પણ છુપાયેલા હશે ત્‍યાં મળી આવશે. ઉપરાંત, કોર્ટને મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ રાજીવ જૈનને એમિકસ કયુરી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. બેન્‍ચે જૈનને આ મામલાને આગળ કેવી રીતે લઈ જવો તે અંગે ટૂંકી નોંધ દાખલ કરવા વિનંતી કરી. જસ્‍ટિસ સૂર્યકાંતે કહ્યું કે, અમે કોઈ સંસ્‍થાને ખરાબ કે સારી કહી રહ્યા નથી. અમે ચોક્કસપણે સીબીઆઈ તપાસ કરાવીશું, આ સ્‍પષ્ટ છે. હજારો લોકો રડી રહ્યા છે. આપણે આંસુ લૂછી શકતા નથી, પણ તેમની સમસ્‍યાઓનો ઉકેલ તો લાવી શકીએ છીએ. સમયસર કંઈક ખૂબ જ અસરકારક કરવાની જરૂર છે. બેન્‍ચે કહ્યું કે, લાખો લોકો ઘર માટે ઝંખી રહ્યા છે. સમાજનો એક મોટો વર્ગ આનાથી પીડાઈ રહ્યો છે. આપણે તેના મૂળ સુધી પહોંચીશું. અમારી પાસે શૂન્‍ય સહિષ્‍ણુતા છે. અમે આવા કેસોની તપાસ સીબીઆઈને સોંપીશું. બેન્‍ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરવા અને કોર્ટના ૪ માર્ચના આદેશમાં અને તે પહેલાંના આદેશમાં ઉલ્લેખિત મુદ્દાઓ પર તપાસ કેવી રીતે આગળ ધપાવી શકાય તે સૂચવવા કહ્યું.

બેન્‍ચ NCRમાં ઘર ખરીદનારાઓની ફરિયાદો પર વિચાર કરી રહી હતી. ખરીદદારોએ દાવો કર્યો છે કે બિલ્‍ડરો અથવા ડેવલપર્સના વિલંબને કારણે બેંકો ફ્‌લેટનો કબજો મેળવ્‍યા વિના EMI ચૂકવવા દબાણ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં બેંકોને EMI વસૂલવા પર પ્રતિબંધ મૂકયો હતો.

એજન્‍સી વતી હાજર રહેલા ASG એ નિર્ધારિત સમયમર્યાદામાં રોડમેપ રજૂ કરવાની ખાતરી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બિલ્‍ડરો અને બેંકો વચ્‍ચેના જોડાણની આ તપાસ પાયલોટ પ્રોજેક્‍ટના આધારે હાથ ધરી શકાય છે.

એએસજી ભાટી, જો કોર્ટ ઈચ્‍છે તો તે સીધી સીબીઆઈ તપાસનો આદેશ આપી શકે છે. મેં ગળહ અને શહેરી બાબતોના મંત્રાલય અને સીબીઆઈ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. સુપ્રીમ કોર્ટ ગ્રેટર નોઈડામાં એક કે બે પ્રોજેક્‍ટ્‍સથી તપાસ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે. સમસ્‍યા મૂળભૂત રીતે આ જ જગ્‍યાએ રહેલી છે.

ન્‍યાયાધીશ સૂર્યકાંત, તમારી પાસે એક નિષ્‍ણાત ટીમ છે. બધા જ કેસ ફક્‍ત આર્થિક ગુનાઓ સાથે સંબંધિત છે. તેથી, સીબીઆઈએ બે અઠવાડિયામાં એક દરખાસ્‍ત રજૂ કરવી જોઈએ કે આ અનિયમિતતાનો ખરેખર ઉકેલ કેવી રીતે લાવી શકાય. આ પછી, કોર્ટ સીબીઆઈને જે પણ મદદની જરૂર હોય તે પૂરી પાડી શકે છે. (રર.૨૧)

(3:32 PM IST)