<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

બિલ ગેટ્‍સ અચાનક દિલ્‍હી પહોંચ્‍યા : જેપી નડ્ડા સાથે મુલાકાત

બંનેએ આરોગ્‍ય ક્ષેત્રમાં ભાગીદારીમાં થયેલી સિદ્ધિઓની ચર્ચા કરી : તેમણે ભારત દ્વારા વિશ્‍વભરમાં પોષણક્ષમ આરોગ્‍ય સંભાળને સક્ષમ બનાવવા અને દવાઓની કિંમત ઘટાડવામાં કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી

નવી દિલ્‍હી, તા.૧૯: ગેટ્‍સ ફાઉન્‍ડેશનના ચેરમેન અને ભૂતપૂર્વ માઈક્રોસોફ્‌ટ સીઈઓ બિલ ગેટ્‍સ બુધવારે અચાનક સંસદ ભવન પહોંચ્‍યા, જ્‍યાં તેઓ કેન્‍દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મળ્‍યા. જોકે, બંનેની આ મુલાકાતમાં ચર્ચા થયેલા કોઈપણ મુદ્દા અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. બિલ ગેટ્‍સ ત્રણ વર્ષમાં ત્રીજી વખત ભારતની મુલાકાતે આવ્‍યા છે.

મળતી માહિતી મુજબ, બેઠક દરમિયાન, કેન્‍દ્રીય મંત્રીએ ગેટ્‍સ ફાઉન્‍ડેશન સાથે ભાગીદારીમાં આરોગ્‍ય ક્ષેત્રમાં થયેલી સિદ્ધિઓ વિશે વાત કરી. ગેટ્‍સે આરોગ્‍ય ક્ષેત્રમાં ભારત દ્વારા નક્કી કરાયેલા મહત્‍વાકાંક્ષી લક્ષ્યોની પ્રશંસા કરી અને આ લક્ષ્યોને પ્રાપ્‍ત કરવા માટે ભારત સાથે ભાગીદારી કરવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી.

તેમણે ભારત દ્વારા વિશ્વભરમાં પોષણક્ષમ આરોગ્‍યસંભાળને સક્ષમ બનાવવા અને દવાઓની કિંમત ઘટાડવામાં કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી.

સમાચાર એજન્‍સીના અહેવાલો અનુસાર, કેન્‍દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળ્‍યા બાદ, ભૂતપૂર્વ માઇક્રોસોફ્‌ટ સીઇઓ બુધવારે બપોરે આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને પણ મળશે.

સીએમ નાયડુ અને ગેટ્‍સ વચ્‍ચેની બેઠકમાં શિક્ષણ, આરોગ્‍ય અને કળષિ ક્ષેત્રે આંધ્રપ્રદેશ સાથે ફાઉન્‍ડેશનના સહયોગ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત, ચર્ચા દરમિયાન અન્‍ય ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત કરારો થવાની અપેક્ષા છે.

આ પહેલા, કેન્‍દ્રીય કળષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા સોમવારે નવી દિલ્‍હીના કળષિ ભવનમાં બિલ ગેટ્‍સ સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, બંનેએ કળષિ અને ગ્રામીણ વિકાસને લગતા ઘણા વિષયો પર ચર્ચા કરી.કળષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે તેઓએ કળષિ, ખાદ્ય સુરક્ષા, મહિલા સશક્‍તિકરણ, તકનીકી નવીનતા અને ગ્રામીણ વિકાસને લગતા ઘણા મહત્‍વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરી.

(3:51 PM IST)