<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

45 દિવસ સુધી ઘરનું મોઢું નહીં જોઈ શકે સુનિતા હવે તેમને પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

 

હૈદરાબાદ, તા.19: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બૂચ વિલ્‍મોરે 9 મહિના બાદ આખરે પળથ્‍વી પર પગ મૂકયો છે. જૂન 2024 થી અવકાશમાં સ્‍થિત ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશનમાં ફસાયા પછી, તેઓ આખરે અન્‍ય બે સાથીઓ સાથે પળથ્‍વી પર પરત ફર્યા છે. આ તમામ અવકાશયાત્રીઓ સ્‍પેસએક્‍સ ડ્રેગન અવકાશયાન દ્વારા ફ્‌લોરિડાના ગલ્‍ફ કોસ્‍ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા હતા. અવકાશયાત્રીઓ ઘર વાપસી સાથે તેમના સ્‍વાસ્‍થ્‍યને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે.

તમે વિચારી રહ્યા હશો કે ISS (ઈન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન) પર લાંબા સમય સુધી રોકાયા બાદ હવે અવકાશયાત્રીઓ સીધા તેમના ઘરે પાછા ફરવા અને તેમના પરિવાર સાથે સમય પસાર કરવા માંગશે. જો કે, અવકાશમાંથી પાછા ફર્યા પછી વસ્‍તુઓ થોડી જટિલ બને છે, કારણ કે ગુરુત્‍વાકર્ષણની ગેરહાજરીનો અર્થ એ છે કે અવકાશયાત્રીઓએ પળથ્‍વી પરના જીવનને ફરીથી ગોઠવવું પડશે.

કારણ કે લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાથી શરીર પર ઘણી આડઅસર થઈ શકે છે, જેનું ધ્‍યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સાથે અવકાશયાત્રીઓને 45 દિવસ માટે પુનર્વસન માટે મોકલવામાં આવશે. આ એક જરૂરી પ્રક્રિયા છે અને દરેક અવકાશયાત્રીએ અવકાશમાંથી પાછા ફર્યા બાદ તેમાંથી પસાર થવું પડે છે. અહીં અમે જણાવવા જઈ રહ્યા છીએ કે અવકાશયાત્રીઓના પુનર્વસન પ્રક્રિયામાં શું થાય છે.

અવકાશમાંથી પળથ્‍વી પર પાછા ફર્યા બાદની પ્રારંભિક કલાકો ખૂબ જ મહત્‍વપૂર્ણ હોય છે. આ પ્રારંભિક કલાકોમાં અવકાશયાત્રીઓએ કેટલાંક સ્‍વાસ્‍થ્‍ય પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. ડૉક્‍ટર તુરત જ મહત્‍વપૂર્ણ સંકોતોનું અવલોકન કરે છે, જેમાં બ્‍લડ પ્રેશર, હૃદયના ધબકારા, હાઇડ્રેશન અને ન્‍યુરોલોજીકલ પરીક્ષાઓ સહિતની તપાસ કરે છે. તબીબો લો બ્‍લડ પ્રેશર અથવા ડિહાઇડ્રેશન જેવી સમસ્‍યાઓના સંકેતો માટેની પણ તપાસ કરે છે. ત્‍યાર બાદ પ્રારંભિક પુનર્વસન થાય છે, જેમાં હળવી હલનચલન, સ્‍ટ્રેચિંગ અને મસાજનો સમાવેશ થાય છે, જેથી અવકાશયાત્રીઓના શરીરમાં ધીમે ધીમે ગુરુત્‍વાકર્ષણ પુનઃસ્‍થાપિત કરી શકાય.

પ્રથમ તબક્કો (પ્રથમ થોડા દિવસો), અંતરિક્ષમાંથી પરત ફરવાના પ્રથમ થોડા દિવસોમાં, અંતરિક્ષ યાત્રિઓને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને ચાલવામાં પણ મુશ્‍કેલી પડે છે. આ માટે, તેમને સ્‍ટ્રેચિંગ અને મસાજ જેવી સારવાર આપવામાં આવે છે, જેની સાથે મૂળભૂત ગતિશીલતા, કોમળતા અને તાાયુઓને મજબૂત કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવે છે.

બીજો તબક્કો, આ તબક્કામાં, આગામી થોડા અઠવાડિયા માટે, અવકાશયાત્રીઓને હૃદયની તંદુરસ્‍તી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવે છે અને શરીરનું સંતુલન સુધારવા માટે પાણીની અંદર ચાલવાનું શીખવવામાં આવે છે. આ સાથે, સાયકલ એર્ગોમીટર પર પેડલિંગ અને હળવા ચાલવા જેવી વધુ સક્રિય કસરતો શરૂ કરવામાં આવે છે.

ત્રીજો તબક્કો, આ તબક્કો લાંબો છે અને આ સમય દરમિયાન અવકાશ યાત્રીઓને દોડવું, વધુ તીવ્ર તાકાતની તાલીમ આપવામાં આવે છે અને સાથે જ અવકાશયાત્રા પહેલાં અંતરિક્ષયાત્રી જે ગતિવિધિઓ કરતા હતાં તે તમામ ગતિવિધિઓ કરાવાશે. (રર.22)

(4:10 PM IST)