<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ઈઝરાયેલે ગાઝામાં તબાહી મચાવી ત્યારે ભારતે ચિંતા વ્યક્ત કરી :તમામ બંધકોની મુક્તિ અને માનવીય સહાય ચાલુ રાખવા પ્રતિબધ્દ્દ

ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે આતંકીઓને નિશાન બનાવવા હુમલાની યોજના બનાવે છે : હમાસનું કહેવું છે કે ઈઝરાયેલે કોઈપણ ઉશ્કેરણી વગર હુમલો કર્યો છે.

મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ગાઝા પરના આ હવાઈ હુમલાઓ માત્ર શરૂઆત છે અને યુદ્ધવિરામ માટેની તમામ વાટાઘાટો યુદ્ધ દરમિયાન જ થશે. તેણે કહ્યું કે હમાસ પાસેથી તેના બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલ વધુ આક્રમક રીતે હુમલો કરશે. દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયે ગાઝાની સ્થિતિ પર એક નિવેદન જાહેર કર્યું છે

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ભારતે ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, "તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તે જરૂરી છે. અમે ગાઝાના લોકોને માનવતાવાદી સહાયની સતત સપ્લાય માટે પણ હાકલ કરીએ છીએ." હમાસ સરકારના સૌથી વરિષ્ઠ નેતા એસામ દીઆબ અબ્દુલ્લા અલ-દલીસ પણ છેલ્લા 24 કલાક દરમિયાન ઈઝરાયેલી સેનાના હુમલામાં માર્યા ગયા છે.

  સીએનએનના અહેવાલ મુજબ, ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મંગળવારે (18 માર્ચ 2025) ઇઝરાયેલે ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે, જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલા બાદ હમાસના પ્રવક્તાએ અમેરિકી રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું, "ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારે ફરીથી હુમલા શરૂ કર્યા. હમાસ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો

  ઈઝરાયેલે દાવો કર્યો છે કે તે આતંકીઓને નિશાન બનાવી રહ્યું છે જેઓ હુમલાની યોજના બનાવી રહ્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે ચેતવણી આપી છે કે જો બંધકોને છોડવામાં નહીં આવે તો તેઓ ગાઝામાં નરકના દરવાજા ખોલી દેશે. હમાસનું કહેવું છે કે ઈઝરાયેલે કોઈપણ ઉશ્કેરણી વગર હુમલો કર્યો છે.

(7:42 PM IST)