તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
મણિપુરના ચુરાચંદપુરમાં હમાર અને ઝોમી સમુદાયો વચ્ચે હિંસક અથડામણ: વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો
ઝોમી જૂથે તેમના સમુદાયનો ધ્વજ ફરકાવતા હિંસા ફાટી નીકળી:ધ્વજનો હમાર સમુદાયે વિરોધ કર્યો:હિંસક અથડામણમાં 53 વર્ષીય લાલરોપુઈ પખુમાતનું મૃત્યું થયુ

મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં હમાર અને ઝોમી સમુદાયો વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 18 માર્ચની સાંજે ઝોમી જૂથે તેમના સમુદાયનો ધ્વજ ફરકાવ્યો હતો, જેના કારણે હિંસા ફાટી નીકળી હતી. ધ્વજનો હમાર સમુદાયે વિરોધ કર્યો હતો. આ હિંસક અથડામણમાં 53 વર્ષીય લાલરોપુઈ પખુમાતનું મૃત્યું થયું છે. જેમની ઓળખ સીલમત ગિલગલવાંગના રહેવાસી તરીકે થઈ હતી.
16 માર્ચની રાત્રે જેનહાંગમાં હમાર નેતા પર થયેલા હુમલા બાદ તણાવ વધી ગયો છે. જેના કારણે જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મંગળવારે હમાર ઇમ્પુઇ મણિપુર અને ઝોમી કાઉન્સિલ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં, પરિસ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો થયો નથી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુની સાથે ઝોમી સ્ટુડન્ટ્સ ફેડરેશને અનિશ્ચિત મુદતની હડતાળની જાહેરાત કરી છે. ડેપ્યુટી કમિશનર ધારુણ કુમાર એસ એ જાહેર અપીલ જારી કરી છે, જેમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ ચુરાચંદપુરની આસપાસ ફ્લેગ માર્ચ કરી અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ તંગ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ 17 માર્ચે હમાર સમુદાયના નેતા રિચાર્ડ હમાર પર થયેલો હુમલો હતો. હમાર ઇમ્પુઇ મણિપુર અને ઝોમી કાઉન્સિલે આદિવાસી પરંપરાગત કાયદાઓ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો હતો. ચુરાચંદપુર અને ફરજાવલ જિલ્લાના છ ધારાસભ્યોએ પણ જિલ્લા મુખ્યાલયમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ધારાસભ્યો પાઓલીનલાલ હાઓકિપ, એન સનાટે, એલએમ ખૌટે, વુંગજાગિન વોલ્ટે, ચિનલુન્થાંગ અને લેત્જામંગ હાઓકિપે રાજ્ય સરકારને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ આપણા સમાજમાં શાંતિ અને સુમેળ માટે ખતરો છે, જેને સંભાળવાની જરૂર છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
