<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

EDએ ૧૦ વર્ષમાં નેતાઓ વિરુદ્ધ કર્યા ૧૯૩ કેસ

દોષિત ઠર્યા ફક્ત બે : સંસદમાં કેન્દ્રનો જ જવાબઃ ઈડીએ વર્ષ ૨૦૧૯-૨૦૨૪ દરમિયાન સૌથી વધુ કેસ નોંધ્યા

નવી દિલ્હી, તા.૧૯

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)એ છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા છે, તે અંગે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે ડેટા રજુ કર્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબમાં કહ્યું છે કે, EDએ છેલ્લા ૧૦ વર્ષમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ વિરુદ્ધ કુલ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

રાજ્યસભા સાંસદ જાણવા માગતા હતા કે, ઈડીએ છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા સાંસદો, ધારાસભ્યો અને સ્થાનીક વહિવટીતંત્રના સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યા છે. જેના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટકર્તાઓ તેમજ તેમના પક્ષ સામે નોંધાયેલા ED કેસનો રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી. બીજીતરફ ઈડીએ દર વર્ષે આવા કેટલા કેસ નોંધ્યા તે અંગેનો એક ડેટા રાજ્યસભામાં રજુ કરાયો છે.

ડેટા મુજબ, ઈડીએ વર્ષ ૨૦૧૯-૨૦૨૪ દરમિયાન સૌથી વધુ કેસ નોંધ્યા છે.

સૌથી વધુ ૨૦૨૨-૨૦૨૩માં ૩૨ કેસ દાખલ કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, આમાંથી બે કેસ ૨૦૧૬-૨૦૧૭ અને ૨૦૧૯-૨૦૨૦માં સજા ફટકારવામાં આવી છે.

EDએ કયા વર્ષે કેટલાક રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા

૧-૪-૨૦૧૫ - ૩૧-૩-૨૦૧૬ - ૧૦ કેસ

૧-૪-૨૦૧૬ - ૩૧-૩-૨૦૧૭ - ૧૪ કેસ

૧-૪-૨૦૧૭ - ૩૧-૩-૨૦૧૮ - ૦૭ કેસ

૧-૪-૨૦૧૮ - ૩૧-૩-૨૦૧૯ - ૧૧ કેસ

૧-૪-૨૦૧૯ - ૩૧-૩-૨૦૨૦ - ૨૬ કેસ

૧-૪-૨૦૨૦ - ૩૧-૩-૨૦૨૧ - ૨૭ કેસ

૧-૪-૨૦૨૧ - ૩૧-૩-૨૦૨૨ - ૨૬ કેસ

૧-૪-૨૦૨૨ - ૩૧-૩-૨૦૨૩ - ૩૨ કેસ

૧-૪-૨૦૨૩ - ૩૧-૩-૨૦૨૪ - ૨૭ કેસ

૧-૪-૨૦૨૪ - ૨૮-૨-૨૦૨૫ - ૧૩ કેસ

ડિસેમ્બર ૨૦૨૪માં કેન્દ્ર સરકારે સંસદને જાણ કરી હતી કે, પહેલી જાન્યુઆરી-૨૦૧૯ અને ૩૧ ઓક્ટોબર-૨૦૨૪ વચ્ચે મની લોન્ડરિંગના ગુના માટે ED દ્વારા નોંધાયેલા કેસોમાં ૯૧૧ પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, તેમાંથી, ૬૫૪ કેસોમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી અને માત્ર ૪૨ કેસોમાં દોષિત ઠરાવવામાં આવ્યા છે, એટલે કે દોષિત ઠેરાવવાનો દર ૬.૪૨% હતો.

(11:10 PM IST)