<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

હું ચૂંટણી જીતીને અહીં પહોંચ્યો છું, કોઈની કૃપાથી નહીં':ગૃહમંત્રી અને TMC નેતા વચ્ચે ગરમાગરમી

ગૃહમંત્રીએ કહ્યું - જો ગોખલે આ મુદ્દો ઉઠાવવા માંગતા હોય તો મને પણ તક આપવી જોઈએ, હું દરેક સવાલનો જવાબ આપીશ

નવી દિલ્હી :રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલે વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. અમિતભાઇ aki શાહે ગોખલેને ટોણો માર્યો અને કહ્યું, હું અહીં કોઈની કૃપાથી નથી આવ્યો. હું ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યો છું.

ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા દરમિયાન ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહમંત્રી શાહે કહ્યું કે, ગોખલે ગૃહને ખોટી માહિતી આપી રહ્યા છે. ગૃહ મંત્રાલયના કામની ચર્ચા થઈ રહી છે, પરંતુ ગોખલે ED અને CBIની ચર્ચા કરી રહ્યા છે. જો ગોખલે આ મુદ્દો ઉઠાવવા માંગતા હોય તો મને પણ તક આપવી જોઈએ, હું દરેક સવાલનો જવાબ આપીશ. આ પછી ગોખલેએ કહ્યું, માનનીય મંત્રી બોલતા પહેલા જ ડરી જાય છે. આ અંગે ગૃહમંત્રી શાહે કહ્યું કે, હું કોઈનાથી ડરતો નથી. કારણ કે હું અહીં કોઈની કૃપા પર ભરોસો રાખીને આવ્યો નથી. હું અહીં કોઈ વિચારધારાનો વિરોધ કરવા આવ્યો નથી. હું ચૂંટણી જીતીને સંસદમાં આવ્યો છું.

ગૃહમંત્રીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ બાદ બંગાળમાં ચૂંટણી હિંસા અંગે કેસ નોંધવામાં આવ્યા છે. તૃણમૂલના લોકો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં વિશ્વાસ કરતા નથી. તેના પર તૃણમૂલ સાંસદ સુષ્મિતા દેવે કહ્યું કે, આ લોકો આટલું અભદ્ર બોલે છે, પરંતુ અમે કશું બોલતા નથી. ગૃહમાં જોરદાર ચર્ચા જોઈને અધ્યક્ષ જગદીપ ધનખરે ગોખલેને કહ્યું, તમે જે નિવેદન આપ્યું છે તે પાછું લો. આના પર ગોખલેએ કહ્યું, હું તેને પાછું નહીં લઉં. કારણ કે તમારું નામ અમિત શાહ છે, તેનો અર્થ એ નથી કે તમે ડિક્ટેટ કરશો.

ગોખલેએ કહ્યું કે, ગૃહમંત્રી શાહ પણ સાબરમતી જેલમાં રહ્યા પછી આવ્યા છે અને હું પણ. આના પર સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, કોઈનું આવું કહેવું યોગ્ય નથી. હું તૃણમૂલ સાંસદને તેમનું નિવેદન પાછું ખેંચવાની માંગ કરું છું. ગોખલેએ કહ્યું કે તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચશે નહીં. ભાજપના લોકો ડિલીટ કરશે, મમતા બેનર્જીના સૈનિકો તેને પાછા નહીં લે. આ પછી અધ્યક્ષે ગોખલેની ટિપ્પણીને અસંસદીય ગણાવી અને તેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો.

(12:10 AM IST)