<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

એક હાથે ગુલાંટી મારીને વાહવાહી મેળવવા માગતી કન્‍યાની પોલ ખૂલી ગઈ

 

નવી દિલ્‍હી, તા.૨૨: કાળી સાડી પહેરીને અને કાખમાં બાળકને તેડીને હાઇવે પર એક હાથે ગુલાંટી મારતી કન્‍યાનો વિડિયો જબ્‍બર વાઇરલ થઈ રહયો છે. બાળકને તેડીને એક હાથ પર શરીરનું વજન ખમીને ગુલાંટી ખાવાના આ સ્‍ટન્‍ટથી ભલભલા લોકો ચકિત રહી ગયા હતા. જોકે આ વિડિયો ધ્‍યાનથી જુઓ તો જ્‍યારે તે ઊંધા માથે થાય છે ત્‍યારે બાળકનો ચહેરો દેખાઈ જાય છે અને ખબર પડે છે કે કાખમાં લીધેલું બાળક સાચકલું નહીં પણ રમકડું છે

(12:19 PM IST)