તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મોતના મામલે રાજસ્થાન વિધાનસભા ગુંજી: CBI તપાસની માંગ
ગોંડલના કેસના મુદ્દાને રાજસ્થાન વિધાનસભામાં કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ ઉઠાવ્યો

ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ મોતનો કેસને લઇ રાજસ્થાન વિધાનસભા ગુંજી ઉઠી હતી. ગોંડલના કેસના મુદ્દાને રાજસ્થાન વિધાનસભામાં કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ ઉઠાવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે 4 માર્ચના શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ કહે છે મૃતદેહ પર 42 નિશાન મળ્યા છે. પરંતુ 18 દિવસ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વિકાસ ચૌધરીએ રાજસ્થાન વિધાનસભામાં ઉચ્ચસ્તરિય તપાસ કમિટિ રચવામાંની માંગ કરી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ કેસમાં CBI તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત આ ઘટનાને લઇ રાજસ્થાનનો મારવાડી સમાજ આક્રોશિત છે તેમ જણાવ્યું હતું.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
