<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

રાહુલ ગાંધી પોતાનું હોમવર્ક નથી કરતા, તેમના ટ્યુટર બદલવા જોઈએ: રવિશંકર પ્રસાદ

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ ફરી એકવાર અસમજદારીભર્યું નિવેદન આપ્યું

નવી દિલ્હી : ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ ફરી એકવાર અસમજદારીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ દેશમાં મેરિટ સિસ્ટમ જેવી કોઈ વસ્તુ નથી. રાહુલ ગાંધીને મારો પહેલો પ્રશ્ન એ છે કે, તેઓ કઈ લાયકાતથી વિપક્ષના નેતા બન્યા છે? જ્યાં મેરિટ સિસ્ટમના નિયમોનો ભંગ થયો છે, તે તેમની પોતાની નિમણૂકમાં થયો છે. રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા. તેમના ટ્યુટર બદલવા જોઈએ જેથી તેઓ ભારત વિશે સાચી માહિતી મેળવી શકે.

(12:12 AM IST)